જીંદગી જીતવાની જડીબુટ્ટી

      


     "જીંદગી જીતવાની જડીબુટ્ટી"
    દાયકાઓથી સફળતા માટે વંચાતું એકમાત્ર પુસ્તક

1)  તમે જે કામ કરવા માગો છો - તે તમે કરી શકશો જ.
2)  તમે જે વ્યવસાય કરશો - તેને આગળ લાવશો જ.
3)  તમે જે પણ પરિસ્થિતિમાં હશો - તે પરિસ્થિતિ ને તમારી અનુકૂળતા મુજબ વાળી શકશો જ.

ડેલ કારનેગીની સમયની પાર ઊતરેલી મજબૂત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને  વ્યાવસાયિક જિંદગી ના ઉચ્ચતમ શિખરે પહોંચ્યા છે. ઘણા દાયકાઓથી બેસ્ટ સેલર પુસ્તક "How to win Friends & influence People"  નો આ સંપૂર્ણ અધિકૃત ગુજરાતી ભાષામાં અનુવાદ છે. જિંદગી જીતવાની જડીબુટ્ટીમાથી તમે શિખશો કે.......... 

👉 લોકો તમને પસંદ કરે તેના 6 રસ્તાઓ 
👉 તમારા વિચારોને આકર્ષક બનાવો...... 
👉 લોકોને દુઃખી કર્યા વગર તેમને બદલવાના 9 વ્યવહારિક રસ્તાઓ અને બીજું ઘણું બધું......

આ પુસ્તકમાંથી તમે જેટલું વધુ શીખી શકશો 
     એટલું વધારે જીવનમાંથી પામી શકશો 

 આ પુસ્તકનો મહત્તમ લાભ લેવા માટે 

👉 માનવીય સંબંધોના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા માટે ની ઊંડી,હકારાત્મક ઈચ્છા વિકસાવો.

👉 પ્રત્યેક પ્રકરણ બે વખત વાંચો, પછી જ નવા પ્રકરણ તરફ આગળ વધો. 

👉 વાંચન દરમિયાન વચ્ચે વચ્ચે અટકો અને પ્રત્યેક સૂચનનો અમલ તમે કેવી રીતે કરી શકો એમ છો,એવો સવાલ તમે તમારી જાત ને પૂછો. 

👉 દરેક મહત્ત્વના વિચાર કે મુદ્દા નીચે લીટી દોરો. 

👉 દર મહિને આ પુસ્તકમાં નજર ફેરવી જાઓ. 

👉 તક મળે ત્યારે હમેશાં આ સિદ્ધાંતોને અમલમાં મૂકો,તમારી રોજીંદી સમસ્યાઓ ઉકેલવા માટે આ પુસ્તકનો હેન્ડબુક તરીકે ઉપયોગ કરો. 

👉 આ પુસ્તકમાંથી જે કઈ શીખો તેનો અમલ જીવનમાં કરો અને કોઈપણ સિદ્ધાંતનો ભંગ થતું હોવાનું કોઈ મિત્ર પકડી પાડે ત્યારે તેને નાનું ઈનામ કે અમુક રકમ આપવાનું નક્કી કરો. 

👉 દર અઠવાડિયે તમારી પ્રગતિ ચકાસો, તમે કોઈ ભૂલો કરી, કયા સુધારા કર્યા, ભવિષ્ય માટે શું શીખ્યા વગેરે સવાલો તમારી જાત ને પૂછો. 

👉 આ સિદ્ધાંતોનો અમલ તમે ક્યારે અને કેવી રીતે કર્યો તેની નોંધ, કોઈ ડાયરી કે નોટબુક માં અચૂક કરો. 

➡️   ડેલ કારનેગીનો જન્મ અમેરિકાના મિઝોરી માં થયો હતો. તેઓ એક ગરીબ ખેડૂતના બીજા નંબર ના સંતાન હતા. અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કોલેજનો અભ્યાસ કરી શક્યાં ના હતા. જોકે સ્થિતિ ને શરણે થવાનું તેમના સ્વભાવમાં જ ન હતું. અને તેથી જ તેમણે જાહેરમાં ભાષણ આપવાની કળા શીખી લીધી. આ કળાએ તેમને લઘુતાગ્રંથિમાંથી તો મુક્ત કર્યા એટલું જ નહીં પણ, તેમની પ્રતિભાના અન્ય પાસાંનો પણ વિકાસ કર્યો. 

                          તેમણે  "How to win Friends & influence People" પુસ્તક લખ્યું અને ૧૯૩૬માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થવાની સાથે જ તે વિશ્વનું  બેસ્ટ સેલર પુસ્તક બની ગયું. દુનિયાની લગભગ તમામ ભાષામાં આ પુસ્તકનો અનુવાદ પ્રગટ થયો છે, અને પાંચ કરોડ કરતાં વધુ નકલોનું વેચાણ થયું છે, ડેલ કારનેગી જીવન પ્રેરક પ્રસંગોના પ્રેરક ગણાય છે. દાયકાઓ પછી હજુ પણ તેમના પુસ્તકો Best sellerની યાદીમાં સમાવેશ પામે જ છે. અને કરોડો લોકો તેમના પુસ્તકમાંથી પ્રેરણાનું અમૃતપાન કરી પોતાનું જીવન ધન્ય અને સફળ બનાવી રહ્યા છે. 

તમે પણ આ અસર અનુભવો અને આજે જ આ પુસ્તક વાંચો. 

તેથી આપ સૌ જોનાર, વાંચનાર અને સમજનાર વર્ગ સમક્ષ આ પુસ્તક ને વાંચીને આપની સમક્ષ રજૂ કરતા મને અનહદ આનંદ થાય છે. મારી આપ સૌને એક વિનંતી છે કે જેમણે પણ આ પુસ્તક વાંચવું હોય અને ખરેખર જીવનનો આનંદ લેવો હોય તો comment માં મને જણાવશો જેથી હું જલ્દી થી આપની સમક્ષ આ પુસ્તક રજૂ કરી શકું અને આપ સૌ લેખક દ્વારા લખાયેલ આ પુસ્તકનો આનંદ માણી શકો. 


                    🙏 " આભાર "  🙏




No comments

Powered by Blogger.