આમ ને આમ દિવસો વીતતાં ગયા..

 આમ ને આમ દિવસો વીતતાં ગયા...(કાવ્ય) 



📚    આમ ને આમ દિવસો વીતતાં ગયા ને, 
         રોજ સાંજ પડતી ગઈ, 

         શોખ મરતાં ગયા એક એક કરીને, 
         જવાબદારી વધતી ગઈ, 
    
         સપનાઓ રૂંધાયા અને,
         મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ,

         પૈસા અને પરિસ્થિતિના ખેલ માં,
         સાલી, જીંદગી ઢળતી ગઈ, 

         સારા કે સાચા હોવાની સજાઓ, 
         હર ઘડી ઘડી મળતી ગઈ, 

         આ નાં કરો, પેલું નાં કરતાં તેવી, 
         બરાબર સૂચના મળતી ગઈ, 

         રહેવું હતું નાનું અમારે પણ, 
         ઉમર હતી કે વધતી ગઈ, 

          આમ ને આમ દિવસો ગયા ને, 
          જીંદગી ની સાંજ પણ પડતી ગઈ.... 

                                      - અજ્ઞાત 

" સમય " 

 સમય તો આમજ વીતી જાય છે,

           દિવસ આખાનો થાક દુર થઇ જાય છે.

સપનાઓમાં તો બધા જ મળી જાય છે,

         એ સમયે દુનિયા આખી શાંત થઇ જાય છે.

તમે માનો કે ના માનો પણ,

            આમ જ રાત આખી વહી જાય છે.

ને અચાનક સવાર થઇ જાય છે.

 

" સગા-વ્હાલા "

સગા-વ્હાલા શબ્દ આમ તો સાથે જ બોલાય છે, 

પણ દુનિયામાં અવાર-નવાર એવું નજરે પડે છે કે,

જે સગા હોય એ વહાલા નથી હોતા,

          અને જે વહાલા હોય એ સગા નથી હોતા.


" ખીલવું ગમે છે "

કરમાયા પછી ખીલવું મને ગમે છે,

            દર્દની સાથે જીવવું મને ગમે છે.

દુનિયા જતન કરે કે નાં કરે મારું,

            પણ, મુરજાયા પછી પણ કોઈની 

કિતાબમાં રહેવું મને ગમે છે.


" કિંમત "

કિંમત તરસની નહિ,

        પણ, પાણીની થાય છે.

કિંમત મૃત્યુની નહિ ,

        પણ, શ્વાસની થાય છે.

સંબંધો તો ઘણા છે જીવનમાં ,

પણ, તેનાં પર મુકેલા વિશ્વાસની થાય છે. 


" આંસુની કિંમત "

દરેક આંસુની કિંમત ત્યારે જ સમજાય છે,

        જ્યારે દિલની નજીકનું કોઈ દુર થાય છે.

દિલાશો એટલો જ કે નસીબ બળવાન છે,

       બાકી, જીવનમાં તો ન થવાનું બધું જ થાય છે.


" પ્રેમ "

પ્રેમ થતા સમય ક્યાં જતો રહે છે,

                    એ સમજાતું નથી.....

                અને........

સમય જતાં પ્રેમ ક્યાં જતો રહે છે,

                        એ પણ સમજાતું નથી ...


" સુખ - દુઃખ "

સુખ ને વેચતા શીખો 

            અને દુઃખને સહેતા શીખો.

આંસુ લુંછતા શીખો,

            અને કોઈને હસાવતા શીખો.

પ્રેમ એ બે પલ જ છે,

              પણ તે બે પલ માં પણ,

આખી જિંદગી જીવતા શીખો.

  

ચંદ્ર એ શીતળતા આપી, 

     સૂર્ય એ પ્રકાશ આપ્યો, 

સાગરે મીઠું આપ્યું, 

     વૃક્ષો એ છાંયડો આપ્યો, 

વાદળો એ વરસાદ આપ્યો, 

     ધરતી એ અનાજ આપ્યું, 

ફૂલો એ સુગંધ આપી, 

વાત ના કરીએ એ માનવીની, 

     માનવી એ માનવી ને જ

આઘાત, વેદના અને દુઃખ આપ્યા.. 


📙    હૃદયને સ્પર્શી જાય તેવી ગુજરાતી કવિતા :-

જીંદગી કશું નહિ પણ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે,
ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભરેલી જાત્રા છે.

મણાય એટલી માણી લેજો મિત્રો,
કેમકે, જીંદગી તો જન્મ-મરણ વચ્ચેની નાની વાર્તા છે.

" કેવી અજીબ વાત છે"
ઈશ્વર તમારા ઘરે આવે એ સૌને ગમે છે.
પણ, ઈશ્વર એમના ઘરે બોલાવે એ તો કોઈને ગમતું નથી.

આંખોમાં વસનારા જ રડાવી જાય છે....
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાનાં મો ચડાવી બેઠા,
અને પારકાં હસાવી જાય છે...

ક્યાં સમય છે આપણી પાસે,
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ માર્યા પછી જ "બેસવા" જઈએ છીએ.

જાણવા જેવા બે શબ્દો :-

📙    માઈનસ અને પ્લસ:-

આપણા પોતાનાં માઈનસ પોઈન્ટની આપણને 
ખબર હોય એ આપણો પ્લસ-પોઈન્ટ છે.

📙    અવાજ અને મૌન :-

પુરુષનો ઉંચો અવાજ સ્ત્રીને ચુપ કરાવી દે છે,
પણ,સ્ત્રીનું મૌન પુરુષના પાયા જ હલાવી નાંખે છે.

📙    ડોકટર અને માણસ :-

કેવો ગજબનો શબ્દ છે. "સોરી" જ્યારે માણસ બોલે તો ઝગડો પૂરો.
અને જો ડોકટર બોલે તો માણસ પૂરો...

📙    યાદ અને ભૂલો :-

મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે.
અને નાં કરો તો લોકો યાદ રાખે છે.



    🙏" આભાર "  🙏
          
          

No comments

Powered by Blogger.