સત્ય ઘટના-પ્રેરક પ્રસંગ
સત્ય ઘટના પર આધારિત પ્રેરક પ્રસંગ
અમીરી કોને કહો કહો છો તમે.. ?
👉 સ્થળ :- અમદાવાદમાં માધુપુરા જેવા વેપાર- - ધંધાવાળા વિસ્તારની સ્ટેટબેંક
એમાં અરુણ ત્રિવેદી નામનો વ્યક્તિ કામ કરે. સ્વભાવે પ્રેમાળઅને પારકી છઠ્ઠીનો જાગતલ.
દરરોજ બેન્કમાં સાડા દસ પછી વેપારીઓના મુનીઓ ભરણુ કરવા આવે. રોજનું કામ રહ્યું એટલે આમેય એકબીજાને ઓળખાતા થઇ જાય.
રામશંકર નામે એક મુનીમ રોજ બેન્કના વ્યવહારો પતાવવા આવે ,સ્વભાવે સાવ ઓછા બોલા એ ભલા ને એમનું કામ ભલું. રોજ અરુણભાઈ સાથે માત્ર સ્માઈલનો વ્યવહાર થાય. એક દિવસ રામશંકરે અરુણભાઈને કહ્યું - સાહેબ , બે મિનીટ સમય હોય તો એક વાત કરવી છે.
આટલું કહી તે બહાર વેઇટીંગ લાઉન્જમાં બેઠા.
" સાહેબ તમે ચકલાને ચણ નાંખો છો.?"
સાહેબે જવાબ આપ્યો કે " નાં "
"સાહેબ,હું વર્ષોથી ચણ નાંખું છું,કોઈ ફાયદો ન હતો થયો પણ ટેવ પડી ગઈ હતી, એમજ કહોને ચણ નાંખવાનું વ્યસન જ પડી ગયેલું. પણ એ મૂંગા જીવોએ તો મને ન્યાલ કરી દીધો.
" સમજ્યો નહીં" સાહેબે કહ્યું
પછી તો રામશંકર યાને રામભાઈએ આપવીતી કહી.
" બે મિનીટને બદલે કલાક થઇ ગયો."
રામશંકર એટલે કે રામભાઈ ત્રીસેક વરસથી માધુપુરાની એક પેઢીમાં નોકરી કરે. પગાર તો કેટલો હોય.... ? કુટુંબમાં હુતો-હુતી અને એમનો એક માત્ર દીકરો. નારણપુરામાં જુની સોસાયટીમાં એક મકાનમાં એક રૂમ રસોડામાં ભાડે રહે. મૂળે બ્રાહ્મણ નો જીવ એટલે સંતોષી. દીકરો પણ એવો જ સીધો સાદો. ભણવામાં હોશિયાર .એમાય બારમાં ધોરણમાં ભાઈ એ સાયંસ રાખ્યું. ટયુશનનું ગજું તો હતું જ નહિ, વિદ્યાનગર સ્કૂલમાં ભણે ત્યાંય કપાસિયા સાહેબે એની ફી માફ કરેલી. આટલી મર્યાદા છતાં બારમામાં એ સારા ટકા લાવ્યો પણ એ એવી બોર્ડર પર કે બધે વેઈટીંગ લીસ્ટમાં જ હોય. અનામત પણ બધે નડી.
દિકરો નિરાશ થયો.એને I.T માં એડમીશન જોઈતું હતું પણ , એમાંય એક દિવસ દીકરાએ મને ભડાકો કર્યો કે એણે બેંગ્લોરમાં NITTE સંસ્થામાં અરજી કરેલી છે અને એમાં પ્રવેશ મળી જશે. દેશમાં ટોપની શૈક્ષણિક સંસ્થામાં એની ગણના થાય. સમાચાર તો ખુબા જ સારા હતાં, પણ રામશંકર માટે ચાદર કરતાં પગ લાંબા હતા, તોય એમણે દીકરાને નકારો ના કર્યો. બાપ-દીકરા બંને એ બેંગ્લોર જવાનું નક્કી કર્યું. કરૂણતા તો એ હતી કે ફી રહી ફી ને ઠેકાણે - બે જણના બેંગ્લોર જવા આવવાનો ખર્ચનો જ પ્રશ્ન હતો.
રામાભાઈએ શેઠ પાસેથી ઉપાડ લીધો, જવા-આવવાનું રેલ્વેમાં રીસર્વેસન કરાવ્યું. રામભાઈને એમ હતું કે જે થશે એ જોયું જશે, તોય ખાંડણીયામાં માથું મૂકી જ દીધું છે, વાળો ઘાટ હતો. નિશ્ચિત દિવસે બાપ-દીકરો બેંગ્લોર NITTE માં પહોચ્યાં. ત્યાં ઓફીસ માં પહોચ્યા. ત્યાં મનનને એક ફોર્મ ભરવાનું આપ્યું, સાથે એક બ્રોશર પણ આપ્યું. રામભાઈએ એક ટર્મની ફી અને હોસ્ટેલની ફી વાંચી, એમના તો મોતિયા મરી ગયા. કાઉન્ટર પર બેઠેલો ક્લાર્ક બાપ-દીકરાની મુંઝવણ જાણે પામી ગયો હતો.
કલાર્કે મનનને બોલાવ્યો અને કહ્યું "જેન્ટલમેન, એની પ્રોબ્લેમ ? "
" સર વી વિલ મેનેજ, લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ ? " "ટુ મોરો "
મનનને ચક્કર જેવું આવી ગયું , એ બાપની પાસે જઈને બેઠો. રામભાઈ સમજી ગયા, એમણે મનનના ખભા ઉપર હાથ મુક્યો, અને મનન રડી પડયો, રામભાઈની મજબુરી હતી.દીકરાની પીઠ પસવારવા જેટલી હિંમત ના હતી. ક્લાર્ક ઉભો થયો અને પાણી લઈને આવ્યો. મનનને આપ્યું, ભાષાનું બંધન હતું, એણે કન્નડ ભાષામાં રામભાઈને કૈંક કહ્યું, રામભાઈ સમજી ગયા, એમણે જવાબ આપ્યો " નો મની... " ક્લાર્ક મનન પાસે બેઠો અને એની સાથે થોડી વાત કરી. મનન થોડો સ્વસ્થ થયો, એણે રામભાઈને કહ્યું કે આ ભાઈ સાંજ સુધી રોકાવાનું કહે છે.એ આપણને એક જગ્યાએ લઇ જશે, પછી આપણા નસીબ.
આમેય ટિકિટ બીજા દિવસ સાંજની હતી. ગુજરાતી સમાજમાં ઉતરેલા, રાત્રે સાવ અજાણ્યાં જણ સાથે , અજાણ્યા શહેરમાં , અજાણી વ્યક્તિ સાથે અજાણી જગ્યાએ જવું, એ જોખમ હતું પણ રામભાઈને લુંટાવાની બીક ના હતી.કંઇક હોય તો લુંટેને ? સવાલ માત્ર સાંજ સુધીનો હતો. પેલાએ મનનને લંચ માટે સારી અને સસ્તી જગ્યાનું સરનામું લખી આપ્યું. આમેય બંને ખુબ ભૂખ્યા થયેલા. જમીને સાંજ સુધી એક બગીચામાં બેઠા. છ વાગે બંને જણા કોલેજમાં પેલા ક્લાર્કની સામે હાજર થઇ ગયા. પાંચેક મીનીટમાં એ પરવારી તૈયાર થઈને બંને ને લઈને દરવાજે આવ્યો. એણે પૂછ્યું , "ઓટો?" જવાબમાં લાચારી હતી " As you wish" ખાસ્સું અંતર કાપીને ઓટો એક મસમોટા બંગલાના દરવાજે ઉભી રહી. ભાડું થયેલું ૨૪૦ રૂપિયા "
રામભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો પણ સામે આવેલા કલાર્કે પેલાને કન્નડ ભાષામાં કંઇક કહ્યું, બધા બંગલામાં પ્રવેશ્યા, "વૈભવ જોઇને અંજાઈ ન જવાયું પણ ઈંચે ઇંચ માં રહેનારનું સંસ્કારીપણું છતું થતું હતું. ત્રણે અંદર મોટા ડ્રોઇંગરૂમમાં બેઠા, પછી થોડીવારમાં એક જાજરમાન મહિલા બહાર આવી અને બધાને અભિવાદન કરી એ સામે બેઠી. પરાણે પ્રણામ થઈ જાય એવું વ્યક્તિત્વ હતું.
સાથે આવેલા કલાર્કે બાપ-દીકરાનો પરિચય આપ્યો. પછી કૈંક કહ્યું. થોડી વાતચીત થઇ. રામભાઈ અને દિકરા માટે સમજની બહાર હતું કે શું વાત થઈ. થોડી વાત થઇ ત્યાં સુધીમાં ચા-નાસ્તો આવી ગયેલો. કૈંક સૂચન આપી એ અંદર ગયા.થોડી વારમાં હાથમાં ચેકબુક લઇ પેલા સન્નારી બહાર આવ્યા. પેલા સાથે કૈંક વાત થઇ અને ચેક લખ્યો અને ક્લાર્કને આપ્યો. કલાર્કે મનનને ભાંગીતૂટી હિન્દીમાં કહ્યું કે એક સેમેસ્ટરની ફી અને હોસ્ટેલ ફી ની રકમ આવી ગઈ છે.
મનન પેલી મહિલાને પગે પડ્યો.વાતાવરણમાં ઉપકાર અને કર્તવ્ય છવાઈ ગયા.બહાર પેલી રીક્ષા ઉભી જ હતી. એમાં ત્રણેય બેઠા. હવે મનનથી ન રહેવાયું એટલે પેલા કલાર્કને પૂછી જ લીધું કે આ કોણ દેવી હતા ? અને એણે શા માટે આટલી તસ્દી લીધી ? જવાબ સાંભળી મનન તો સ્તબ્ધ થઇ ગયો અને કદાચ તમે ય સ્તબ્ધ થઇ જશો.
મહિલા હતા ક્રિકેટર અનિલ કુંબલેના માતુશ્રી.
ક્લાર્ક જાણે એટલે કોઈ જરૂરીયાતવાળો હોય તો જ જોડે રહી નિમિત્ત બનતો. દાન સુપાત્રે જતું. હજીય એક યક્ષ પ્રશ્ન હતો. બીજા સેમેસ્ટરનું શું?
પડશે એવા દેવાશેવાળો બ્રાહ્મણનો સ્વભાવ.
બીજા દિવસે પ્રવેશની વિધિ પતિ ગઈ.ઘેર આવી મનન નવા સત્રે બેંગ્લોર ગયો. એના પત્ર નિયમિત આવતાં. ક્યારેક ફોન પણ. એક દિવસ મનને ફોન પર કહ્યું: સંસ્થામાં વાલી દિન છે. તમારે આવવું પડશે. હજી આગળ લીધેલો ઉપાડ પેઢીમાં પૂરો જમાય થયો નહોતો.નવો ઉપાડ મળે જ નહિ.શેઠે પણ ત્રીસ વરસ ની નોકરી ન જોઈ અને 'વેંત ન હોય તો દીકરાને આટલું ભણાવાય જ નહિ'નો ટોણો માર્યો.
"ભૂદેવ કડવો ઘૂંટડો ગળી ગયા"
એક ભાઈબંધ પાસેથી ભાડાંનો જોગ થઈ ગયો.પણ એ રાતે જ મનનનો ફોન આવ્યો અને રામશંકર જે ચોકમાં ચણ નાંખતા હતા તે ચોકમાં પહોંચીને રડયા. આંસુ આનંદના હતા, રાત હતી એટલે ત્યાં કોઈ દેવ (ચકલા) હાજર હતાં નહીં. હજી રામશંકર રેલ્વેનું રીઝર્વેશન કરાવવા જતા જ હતા ત્યાં પડોશમાંથી પકાની બૂમ સંભળાઈ: રામુકાકા,આપનો ફોન.
ફોન હતો મનનનો. એણે બાપુજીને બેંગ્લોર આવવાની ના પાડી. એના વાલી તરીકે ખૂદ અનિલ કુંબલે આવવાના હતા.કોણ જાણે કયા જન્મનો ઋણાનુબંધ હશે ! નહિતર, ક્યાં કુંબલે ને ક્યાં મનન રામશંકર ઠાકર ? જ્યારે મનન અને રામશંકર પેલા ક્લાર્ક સાથે અનિલ કુંબલેના ઘેર ગયા ત્યારે માજીએ ફોન પર જે વાત કરી એ એમના દીકરા અનિલ સાથે કરેલી. એ વખતે એ બહાર હતા. ચેક મળ્યો. ફીઝ ભરાઈ ગઈ. કોલેજ ચાલુ થઇ ગઈ, એ પછી એક વાર મનનને એ દેવદૂતને મળવાનું મન થયું. ફોન કરી સમય લઇ, એ પહોંચ્યો. એણે ધારેલું એ કરતાં સાવ જૂદું જ વર્તન જોવા મળ્યું.
મનન જાણે એના ઘેર આવ્યો હોય, એવો અનુભવ થયો. આટલો મોટો ખેલાડી આટલો નમ્ર અને ઋજુ હશે, એની કલ્પના સુધ્ધાં નહોતી. અનિલે એની પૂરી વાત સાંભળી અને એ ભણતર પૂરું કરે ત્યાં સુધી એના ખર્ચ માટે કોઈ ચિંતા ન કરવાનું કહ્યું. મનને પેરેન્ટ્સ ડેની વાત કરી. ડાયરી જોઈ અનિલ કુમ્બલેએ એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું.મનન ખુશ હતો.
એનાથી ખુશી ન જીરવાઈ. એણે પ્રિન્સીપાલને કહી દીધું કે અનિલ કુંબલે એના વાલી તરીકે આવવાના છે. બસ, કોલેજમાં આ વાત વાઈરસની જેમ ફેલાઈ ગઈ. મનનનું માન વધી ગયું. મનન પણ જવાબદારીથી મહેનત કરવા માંડ્યો. કોઈએ એના પર મૂકેલ વિશ્વાસને યોગ્ય સાબિત કરવો હતો અને ફાઈનલમાં એ Distinction સાથે પાસ થયો.
હવે અમદાવાદ પાછા જવાનું હતું.
અનિલસરને અને માને મળવા ગયો. આભાર માટે કોઈ શબ્દો નહોતા. એ કામ એની આંખો એ કર્યું. અનિલ કુંબલે પણ લાગણીશીલ છે. એ પણ ભીંજાઈ ગયા.
જીવનમાં અમીરી નું અભિમાન છોડીએ, વધારે નહીં તો આપણા નજીકના હિતેચ્છુઓનું ધ્યાન રાખવા પાછળ ખર્ચ કરીએ, લાખો રૂપિયાનો ખર્ચ લગ્ન પ્રસંગ તેમજ દેખાડો કરવા પાછળ ખર્ચ કરવાને બદલે આવા નેક કાર્યોમાં એનો ઉપયોગ કરીએ એજ સાચી અમીરી છે.
❤️ Bravo Anil sir ❤️

Post a Comment