બોધ કથા - પ્રેરણાદાયી પ્રસંગો

 



એક પ્રસંગ :- 

1) સારા કાર્યનું ફળ  ( સતકર્મનું ફળ )

              સ્કોટલેંડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત રહેતો હતો. એક દિવસ તે તેનાં ખેતરમાં કામ કરી રહ્યો હતો. એવા વખતે તેણે અચાનક જ કોઇની મદદ માટેની ચીસ સાંભળી. ચીસ સાંભળતા જ ફ્લેમિંગ અવાજની દિશા તરફ દોડ્યો. અને ત્યાં જઈને જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો. તરતજ દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી. છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયો.

            હવે, આ બનાવના બીજા દિવસે છોકરાનાં પિતા એવા એક ધનાઢ્ય સજ્જન હતા. તે ખેડૂત પાસે પોતાના દીકરાને બચાવ્યાનો આભાર માનવા આવ્યાં. એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો. તેનાં ભાવિ વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે. પેલા સજ્જને ફ્લેમિંગને કહ્યું કે હું તમારા પુત્રને શહેરમાં પોતાની સાથે લઇ જવા માંગુ છું. અને આ બાળકની બધી જવાબદારી હું લઈશ અને તે આગળ વધુ અભ્યાસ કરે તે માટે ફ્લેમિંગને મનાવ્યો. ફ્લેમિંગ તેમાં સમંત થયા.

                આગળ જતાં પેલા ધનાઢ્ય સજ્જનને ત્યાં અભ્યાસ કરતો ફ્લેમિંગો નો ખેડૂતપુત્ર એલેકઝાંડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો. તેણે શોધેલ પેનિસિલિન રસી ને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું.

       એકવખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જ્નનાં પુત્રને ન્યુમોનિયા થયો. એ વખતે તેનાં બચાવમાં પણ પેલી પેનિસિલિનની દવા જ કામ આવી.ખેડૂત ફ્લેમિંગે કોઇ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર જ મદદ કરી હતી, અને પેલા સજ્જને પણ.

2)  પરીકથાઓના લેખક :- 

                હેન્સ એન્ડરસનની વાત 


                 પરીકથાઓનાં લેખક હેન્સ એન્ડરસનનાં જીવનનાં શરૂઆતનાં દિવસોની આ વાત છે. તે ઘણા સમયથી ખૂબ મુશ્કેલ પરીસ્થિતીમાં સમય વિતાવી રહ્યો હતો. એકવખત તે ત્યાંનાં રાજાની પાસે મદદ માંગવા ગયેલ. રાજાએ તેને મદદ તો ન કરી પણ ઉપરથી તેણે મેંણો માર્યો અને કહ્યું કે  ‘મોચીનો દિકરો તો જીવે ત્યાં સુધી સીવે’ એમ કહીને તેને ઉતારી પાડેલ.

          આ ઘટના પછી એન્ડરસન તેની પરીકથાઓને કારણે ખૂબ જ મશહૂર થયો. અને એ જ વખતે આ જ રાજાએ તેને મદદ આપવા માટે આમંત્રણ આપેલ. એ વખતે રાજાએ આપેલ આમંત્રણનો અસ્વીકાર કરતાં એન્ડરસને કહ્યું હતું કે , ‘હવે હું શું માંગુ? મારે જે જોઇતુ હતું એ તો મેં મારી મેળે મેળવી લીધું છે.’

3) મુલ્લા નસીરુદ્દીન અને તેની મજાક 

                        મુલ્લા નસરૂદીનનો સ્વભાવ રમૂજી હતો. એક દિવસની વાત છે કે જ્યારે મુલ્લા નસીરુદ્દીન મરણપથારીએ હતાં ત્યારે પણ તેમનો રમૂજ કરવાનો સ્વભાવ ગયો ન હતો. તેમની મરણપથારી પાસે તેની પત્ની કાળા કપડાં પહેરીને બેઠી હતી. આ જોઈને નસરૂદીન બોલ્યાં, ‘અરે! આવા કપડાં શાં માટે પહેર્યા છે? જાઓ સજીધજીને આવો તેમની પત્નીએ રડતે અવાજે કહયું, `કેમ સજીધજીને?’ ત્યારે નસરૂદીન બોલ્યા, `ખુદાનાં ફરિશ્તા મને લેવા ગમે ત્યારે આવી પહોંચે એમ છે, જો તું સજીધજીને તૈયાર બેઠી હોય એટલે સારી દેખાય તો એ તને લઇ જાય અને આ રીતે હું બચી જાવ ને!‘

     આટલું કહીને પછી થોડીવારમાં મુલ્લા નસરૂદીને હંમેશા માટે આંખો મીંચી દીધી.

4) ત્વરિત બુધ્ધિ શક્તિ 

                એકવખત સમ્રાટ નેપોલિયન ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા માટે ગયો.એવામાં ઘોડો એકાએક ભડક્યો અને ઘોડાનાં કાબૂમાં લેવાનાં નેપોલિયનનાં કોઇ પ્રયત્નો સફળ ન થયા. ત્યાં જ એક સૈનિકે ઘોડાની લગામ પકડીને ઘોડાને મહામુશ્કેલીથી કાબૂમાં લીધો. નેપોલિયને સૈનિકનો આભાર માનતા કહ્યુ, ‘Thank You, Caption.’

               સૈનિક ચતુર હતો. એ નેપોલિયનનો એક સામાન્ય સૈનિક હતો, પણ હાથમાં આવેલો મોકો તે જવા દેવા માંગતો ન હતો. તેણે તરત જ નેપોલિયનને કહ્યું, ‘કઇ ટૂકડીનો?’ નેપોલિયન તેનો તર્ક સમજી ગયો અને તેની ચતુરાઇ ઉપર ખુશ થતાં કહ્યું, ‘મારી અંગરક્ષક ટૂકડીનો.’ અને આ રીતે એક સામાન્ય સૈનિકને તેની ત્વરિત બુધ્ધિશક્તિથી મહત્વનો હોદો મળી ગયો.

👉 હજી આવો જ એક બીજો પ્રસંગ જોઈએ :- વિદ્યાર્થીની બુધ્ધિમત્તા 

              અમેરિકાનાં એક સુપ્રસિધ્ધ ધનકુબેર અને દાનવીર એવાં શ્રી રોકફેલર એકવખત એક શૈક્ષણિક સંસ્થામાં મુલાકાતે ગયાં. એ વખતે ચર્ચા કરતાં એક શિક્ષકની સુંદર અક્ષરની વાત તેમને ખુબ ગમી ગઈ. શિક્ષકને રોકફેલરે પ્રશ્ન પુછ્યો, કે ‘તમારી સંસ્થામાં સૌથી સુંદર અક્ષર ક્યાં વિધાર્થીનાં આવે છે?’

            શિક્ષકે એક વિધાર્થીને તેમની પાસે બોલાવ્યો અને બ્લેકબોર્ડ ઉપર કાંઇક લખવાં કહ્યું. વિધાર્થીએ બ્લેકબોર્ડ ઉપર લખ્યું,કે ‘ હું આ સંસ્થાને ૧૦૦૦૦ ડોલર દાનમાં આપું છું, અને નીચે નામ લખ્યું. જોન ડી. રોકફેલર.વિધાર્થીની આ બુધ્ધિમતાં ઊપર રોકફેલર ખૂબજ ખુશ થઇ ગયાં અને એ જ ધડીએ તેમણે આ સંસ્થાને આટલી રકમનો ચેક લખી આપ્યો વિદ્યાર્થીની બુધ્ધિમતાને કારણે આ સંસ્થાને આટલી મોટી રકમનું દાન મળી શક્યું.

5) આઈસ્ક્રીમની એક વાનગી:-

        એકવાર એક નાનો છોકરો એક હોટલમાં ગયો. થોડી વારમાં ત્યાં એક વેઈટર આવ્યો અને તે છોકરાને પૂછ્યું, “તમારે શું જોઈએ છે સાહેબ?” નાના બાળક એ પૂછ્યું!  વેનીલા આઈસ્ક્રીમ ના કેટલા રૂપિયા છે? વેઈટરે કહ્યું આઈસ્ક્રીમ ના 50 રૂપિયા થશે. 

                       આ સાંભળીને નાના છોકરાએ તેના ખિસ્સામાં કંઈક મૂકી અને બહાર આવીને હિસાબ કર્યો. તેણે ફરીથી વેઇટર ને પૂછ્યું કે નારંગી ના સ્વાદ વાળા આઈસ્ક્રીમ ના કેટલા રૂપિયા છે. વેઇટર એ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે 35 રૂપિયાનો થશે. 

           આ સાંભળ્યા પછી છોકરાએ કહ્યું! મારા માટે નારંગી ફ્લેવર આઇસક્રીમ લાવો. ટૂંક સમયમાં, વેઈટર આઇસક્રીમની એક પ્લેટ અને બિલ સાથે લાવ્યો અને તે બાળકના ટેબલ પર મૂકી અને ચાલ્યો ગયો. છોકરાએ તે આઈસ્ક્રીમ ખાધા પછી પૈસા આપ્યા અને તે પણ ત્યાંથી ચાલ્યો ગયો.

          જ્યારે વેઈટર પાછો ફર્યો, ત્યારે તે ટેબલ ઉપર જોઈને તે સ્તબ્ધ થઈ ગયો કે છોકરાએ તેના માટે ખાધેલ આઈસ્ક્રીમ પ્લેટની બાજુમાં તેના માટે 15 રૂપિયાની એક ટિપ છોડી દીધી છે. તે છોકરા પાસે 50 રૂપિયા હોવા છતા તેણે તે વેઈટરની મદદ વિશે પહેલા વિચાર્યું હતું અને તેના આઈસ્ક્રીમ વિશે નહીં. તે જ રીતે, આપણે આપણા ફાયદા વિશે વિચારતા પહેલા બીજાઓ વિશે પણ વિચારવું જોઈએ.

No comments

Powered by Blogger.