પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું

 પપ્પા માટે બે લાઇન કહું કે આખું પુસ્તક લખું ?



પપ્પા માટે બે લાઇન કહું કે આખું પુસ્તક લખું ?

       પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા ..... એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું....... એની કમર દુખાવાની કે હૃદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી... એટલે પપ્પા આપણને હંમેશા ફીટ લાગે છે. પણ.... !! કેટલાયે હરતાં ફરતાં પપ્પા સવારે ઉઠતા નથી, ત્યારે એની સાથે ધણી વાતો કરવાની રહી જ જાય છે ..... એના " silent attack " પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર ...?

" પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને 
સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં
મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા 
એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. "

દિકરી સાસરે જાય અને પપ્પા નામના આ વ્રુક્ષમા અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાંથી પણ ધૂંધળો દેખાય છે, પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાધતું નથી.
દિકરીની વિદાય વખતે કદાચ એટલેજ આઘા પાછા થઇ જતા હશે, કારણકે એકવાર આ બંધ તુટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.

" પપ્પા..... જેના ખભે બેસીને મેળો પણ જોઈ શકાય 
અને શેરબજારમાં ડૂબી જઈએ તો એના ખભે રડી પણ શકાય."

પપ્પા એટલે એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય.


જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ના હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી લાઇન જોઇને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યા વગર કંઇક કેટલુંય કરતા રહ્યા હશે. !!

પપ્પા..... તમે દેખાતું ઘર નથી, તમે નાં દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી. તમે સુગંધ છો. તમે રસ્તો નથી પણ સાઈન-બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો.

પપ્પાને કહીએ કે તમે ઘરની એવી વ્યક્તિ છો કે જેના પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

" તમે કાચી કે પાકી પણ, છત આપી છે. આપણે
શાંતિની નીંદર માણી રહ્યા છીએ તો એમની 
આંખો એ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે. હંમેશા
પપ્પાના કઠોર હૃદયની પાછળ છુપાયેલી કોમળતાને
ઠેસ નાં પહોચાડતા " !! 

પપ્પાને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઈ.ટી ની દુનિયામાં સમાજ નાં પડે અથવા ઓછું ફાવે તો..... હળવેકથી વ્હાલ કરીને સમજાવજો પણ ક્યારે પણ એવું નાં બોલતા કે તમને ખબર નાં પડે  ! ચુપ રહો !!

ખાસ કરીને , મમ્મીની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા - છોકરીઓની હાજરીમાં તો નહી જ !!

કેમ, કે  તમારી ગેર-હાજરીમાં પપ્પા સાથે ઘણા અપમાનજનક વર્તણુક તમારા છોકરા કે  છોકરી કે વહુઓ કરતા થઇ જશે !! માટે આવી પળ ક્યારે પણ નાં આવવા દેતા  !!

પપ્પા માટે બે લાઇન - હંમેશા માંન -સન્માન જ આપજો. ભલે એમેની 100 ભૂલો થાય.   


જો તમને આ આજની કડવી વાસ્તવિકતા તેમજ પપ્પા પ્રત્યેનો પ્રેમ પસંદ આવ્યો હોય તો comment માં આપના વિચારો તેમજ પપ્પા પ્રત્યેનો પ્રેમ દર્શાવતું એક વાક્ય અવશ્ય લખજો , જેથી બીજા આવા નવા  પ્રેરણાદાયક વિચારો આપની સમક્ષ રજુ કરી શકું.

મોટીવેશનલ ચેનલ :- http://www.youtube.com/@besimpal
                              ( એકવાર અવશ્ય ચેનલની મુલાકાત કરો.)
 



🙏 આભાર 🙏 

No comments

Powered by Blogger.