દુનિયાના અજીબો ગરીબ રહસ્ય, જેનાથી તમે હજી પણ અજાણ છો

 દુનિયાના અજીબો ગરીબ રહસ્ય, જેનાથી તમે હજી પણ અજાણ છો :-

📚    આપણી દુનિયા અજીબો-ગરીબ વસ્તુઓ અને લોકો થી ભરેલી  છે. જેટલી વાર આપણે કંઇક નવું સર્ચ કરીએ છીએ, એટલી વાર આપણને કંઇક નવું જ જાણવા મળે છે.અને દરેક વખતે આપણી આ દુનિયા અને તેમાં વસતા લોકો આપણને દરેક વખતે સરપ્રાઈઝ કરી દે છે.

માટે જ આજે અમે તમારા માટે  અજીબો-ગરીબ રહસ્યોની જાણકારી લઈને આવ્યા છીએ, કે  તમને પણ થશે કે ખરેખર માં આવું પણ થતું હશે ? કે પછી ખરેખરમાં આવું હોય છે ?

તો સરપ્રાઈઝ થવા તૈયાર થઇ જાઓ કારણકે આજે અમે તમારી સામે એવા 19 રહસ્યો ઉજાગર કરવાના છીએ જેનાં વિષે આજ પહેલા કદાચ તમે નહિ જાણ્યું હોય કે દુનિયામાં આવું પણ કંઇક થાય છે.

અને જુઓ આ ફોટો સ્લાઈડ જેમાં દરેક સ્લાઇડમાં છુપાયા છે આ દુનિયા વિષે નવા રહસ્યો..


📚        આઈસલેન્ડ :-

આઇસલેન્ડ દુનિયાનું સૌથી ખુશ રાષ્ટ્ર છે. વધુમાં આ માત્ર એક એવો દેશ છે જેની પાસે પોતાની આર્મી નથી.


📚        રીંછ :-

શું તમે જાણો છો કે કાળા રીંછ કેટલીક વાર ઝાડ ઉપર ચઢીને સુઈ જાય છે,અને ઘણીવાર ઊંઘમાં આપણી જેમ ઝાડ ઉપરથી પડી પણ જાય છે.


📚        બોર્ડ ગેમ  :-

દુનિયાની સૌથી વધુ બોર્ડ ગેમ જેવી કે  લ્યુડો , ચેસ વગેરેનું વેચાણ જર્મની માં થાય છે.


📚        ટોકેલાઉ :-

ટોકેલાઉ એકમાત્ર એવો ટાપુ છે. જ્યાં સમગ્ર ટાપુમાં વીજળી સૌરઊર્જા દ્વારા બનાવવામાં આવે છે.


📚        બિલાડી :-

પ્રાચીન મિસ્ર કે ઈજીપ્તમાં બિલાડીને મારનારને મોતની સજા આપવામાં આવતી હતી.

📚        સમુદ્રીડાકુ :-

પહેલા સમુદ્રી ડાકુઓના જહાજનો ધ્વજ કાળો નહિ પણ લાલ હતો.


📚        કાંગારું :-

૧૨ હજાર વર્ષ પહેલા કાંગારુંઓનો આકાર દરિયાઈ ઘોડા જેવો હતો.


📚        બાળક :-

બાળક ચાર મહિનાની ઉમર સુધી મીઠા અને ખાંડના જેવા ટેસ્ટની વચ્ચેનો ફરક નથી સમજી શકતું.


📚       એન્ટાર્ટિક :-

એન્ટાર્ટિકની બરફાચ્છાદિત જમીનની અંદર લગભગ ૪૦૦ જેટલા તળાવો છે.


📚        આગ :-

આગ જેવી એક બીજી ડીવાઈસ પણ છે જે અવાજ થી આગ પેદા કરી શકે છે.


📚        ડેડ સી :-

પહેલા મનાતું હતું કે ડેડ સી માં મીઠાની અતિશય માત્રાને કારણે ત્યાં જીવનનું હોવું અશક્ય છે.
પણ હાલના રિસર્ચમાં ત્યાના મીઠા વાળા પાણીમાં પણ જીવન મળ્યું છે.


📚        યુરેનસ :-

યુરેનસ ગ્રહ પર ખાલી બે જ ઋતુ છે.જે છે ઠંડી અને ગરમી. વધુમાં અહી પ્રત્યેક ઋતુ ૪૨ વર્ષ સુધી રહે છે.


📚        હૃદય :-

મનુષ્યનું હૃદય ૩૦ ફૂટની ઊંચાઈ સુધી લોહીને ફેંકી શકે છે.


📚        અન્ડરવેર :-

ઈટલીમાં લોકો નવા વર્ષે લાલ રંગના અન્ડરવેર ને પહેરવું શુભ અને લકી માને છે.


📚        જીવાત :-

દુનિયામાં ૨૦૦ કરોડ લોકો  નિયમિત આહાર રૂપે જીવ જંતુઓને ખાય છે.


📚        લીલી આંખ :-

દુનિયામાં ખાલી 2% લોકોની આંખો લીલી હોય છે.

📚        પ્લુટો :-

૧૯૩૦ માં પ્લુટો ગ્રહનું નામ ઇંગ્લેન્ડની એક 11 વર્ષની છોકરીના નામ પરથી પાડવામાં આવ્યું હતું.


📚        લોહી :-

માણસના શરીરમાં આવેલું લોહી તેના શરીરમાં દિવસભરમાં ૧૦૦૦ ચક્કર મારે છે.


📚        મગજ :-

આપણા મગજમાં એટલો વિદ્યુત પાવર છે કે તેનાથી એક બલ્બને જલાવી શકાય છે.

એક માણસના શરીરની કુલ ત્વચાનું વજન ૩ કિલો ઉપરાંતનું થાય છે.જો તેને પાથરી દેવામાં આવે તો ૨૨ સ્કેવર ફૂટની જગ્યા જોઈએ.

શ્રીલંકાની રાષ્ટ્રીય રમત વોલીબોલ છે,જ્યારે ભારતની કબડ્ડી છે ,પણ બંને દેશમાં ક્રિકેટ બહુ લોકપ્રિય રમત છે.

એક સામાન્ય કીડી ૧૨ કલાકનાં સમયમાં માત્ર આઠ મીનીટનો જ આરામ કરે છે.

ફિનલેન્ડ નામના દેશમાં મોબાઈલ થ્રોવિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવે છે.જેમાં સ્પર્ધકોને પોતાનો મોબાઈલ ફેંકવાનો હોય છે.

આપણી આકાશગંગા  " મીલ્કીવે " માં લગભગ ૪૦૦ મિલિયન તારાઓ છે.જ્યારે પૃથ્વી પર લગભગ ૩ ટ્રીલીયન વ્રુક્ષો છે.

માણસની જીભમાં લગભગ ૧૦,૦૦૦ સ્વાદ પારખનારી બડ્સ હોય છે.જેના દ્વારા આપણે અલગ-અલગ સ્વાદ પારખી શકીએ છીએ.

માણસના શરીરમાં એક ખીલી બની શકે તેટલું લોખંડ અને ૯૦૦૦ પેન્સિલમાં થઇ શકે તેટલો કાર્બન ઉપલબ્ધ હોય છે.

માણસનું હૃદય એક દિવસમાં લગભગ એક લાખ વખત ધબકે છે.અને શરીરમાં ૨૦૦૦ ગેલન લોહી પંપ કરે છે.અને તે લોહીને બાથટબમાં ભરવામાં આવે તો લગભગ ૧૦૦ બાથટબ ભરાઈ શકે.  

યુટ્યુબ પર સૌથી પહેલો વિડીયો ૨૦૦૫મા અપલોડ કરવામાં આવ્યો હતો,જે ૧૯ સેકન્ડનો હતો.

અબ્રાહમ લિંકન રાષ્ટ્રપતિ બન્યા પહેલા રેસલિંગ ચેમ્પિયન રહી ચુક્યા હતા,અને તેઓ ૩૦૦ માંથી ૨૯૯ મેચ જીત્યા હતા.

૧૯૩૦ માં ગુડ-ફાઈડેના દિવસે BBC ન્યુઝે જણાવ્યું હતું કે, " આજે કોઈ સમાચાર નથી " અને તે દિવસે પિયાનો સંગીત વગાડવામાં આવ્યું હતું.

નવજાત શિશુના જન્મ સમયે તેના શરીરમાં ૩૦૦ જેટલા હાડકાઓ હોય છે.પરંતુ પુખ્ત થતા શરીરમાં માત્ર ૨૦૬ હાડકા જ રહે છે.

મનુષ્યનીકુલ વસ્તીના લગભગ માત્ર ૨% લોકો પાસે જ લીલા રંગની આંખો હોય છે. અને તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.

બ્રહ્માંડમાં ૬૮ % ડાર્ક એનર્જી છે. ૨૭ % ડાર્ક મેટર છે.જે જોઈ શકાતા નથી.એટલે આપણને બ્રહ્માંડનો માત્ર ૫% ભાગ જ જોવા મળે છે.

માણસના શરીરના ચોથા ભાગના હાડકા પગમાં હોય છે.

માણસના અંગુઠાની છાપની જેમ માણસની જીભ ની છાપ પણ અલગ-અલગ હોય છે.

સેકંડના ૧૦૦ માં ભાગના સમયને અંગ્રેજીમાં " જીફ્ફી" કહે છે. 

સિગારેટના લાઈટરની શોધ દીવાસળી ની શોધ પહેલા થઇ હતી.

નર શાહમૃગ સિહની જેમ ત્રાડ નાંખે છે.

ગધેડાની આંખો એવીરીતે ગોઠવાયેલી હોય છે કે માથું નીચે નમાવીને તે પોતાનાં ચારે પગ જોઈ શકે છે.

જાપાનમાં સુમો પહેલવાનને જોઈ કોઈ બાળક રડે તો તેને સુકન માનવામાં આવે છે.

    




🙏 " આભાર " 🙏 








No comments

Powered by Blogger.