ઉડી ગયેલા બલ્બનું કડવું સત્ય
"ઉડી ગયેલા બલ્બનું કડવું સત્ય" :-
તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી ગાંધીનગર રહેવા માટે આવ્યા અને શહેરમાં સ્થાયી થયા. આ ખૂબ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્કમાં ફરતા લોકોને ખુબ તિરસ્કારથી જોતાં,અને કોઈની પણ સાથે વાત કરતાં નહીં.
એક દિવસ, તેઓ સાંજે પાર્કમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં. અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો કે હું વડોદરામાં એટલો મોટો IAS અધિકારી હતો કે, વાત જ ના પૂછો, અહીં તો હું મારી મજબૂરીથી આવ્યો છું, મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું, ત્યાં મજા આવત.
તે વડીલ દરરોજ તેમની આ વાત સાંભળતાં હતાં, પણ એક દિવસ તેની વાત થી પરેશાન થઈ ગયેલા એ વૃદ્ધ વ્યક્તિએ તેને સમજાવ્યું કે........? શું તમે ક્યારેય "ઉડી ગયેલો બલ્બ" જોયો છે..? બલ્બ ઉડી ગયા પછી શું કોઈ જોવે છે કે તે કઈ કંપનીનો બનેલો હતો અને કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો..? બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગતનું જરાય મહત્વ નથી, તેથી લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહી..!
પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે વડીલે વધુમાં કહ્યું… કે નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ જેવી થઈ જાય છે. આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા,આપણી સ્થિતિ/વટ શું હતો, આ બધાથી કોઈ ફરક પડતો નથી.હું ઘણા વર્ષોથી આ સોસાયટી માં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે, હું બે વખત સંસદ સભ્ય બનેલો છું.
શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલ્વે મા જનરલ મેનેજર હતા.સામેથી આવતા દેખાય છે એ જોશી સાહેબ પણ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પાઠક સાહેબ ઈસરોમાં ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં, પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ લગભગ એકસરખા જ હોય છે, પછી ભલે તે ઝીરો વોટના હોય કે 50 કે 100 વોટના… પ્રકાશ નહી, તો ઉપયોગિતા પણ નહી....
દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે.પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી. કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે નિવૃત થયા પછી પણ તેઓ તેમના સારા દિવસો ભૂલતા નથી,અને તેઓ તેમના ઘરે પ્લેટો(તકતી) લગાવે છે..નિવૃત્ત IFS/ નિવૃત IAS / નિવૃત્ત IPS / નિવૃત્ત PCS / નિવૃત ન્યાયાધીશ વગેરે વગેરે..
હવે આ નિવૃત્ત IFS/ IAS/ IPS/ DR/ PCS/તહેસીલદાર/પટવારી/ બાબુ/ પ્રોફેસર/પ્રિન્સિપાલ/ શિક્ષક એવી વળી કયાં કોઈ પોસ્ટ છે..? ભાઈ, માન્યુ કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા,ઓફીસમાં તમારો વટ હતો. પણ તેનુ હવે શું..? વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું એ છે કે તમે જયારે ઓફિસમાં પદ ઉપર હતા, ત્યારે કેવા માણસ હતા. તમે જીવનને કેટલું સ્પર્શ્યું/કેવું જીવ્યા.....? તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું..? તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યાં. તમારા કર્મચારીઓને તમે કેટલા કામમાં આવ્યા,
તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી?
લોકો ને કેટલા મદદરૂપ થયા..? અથવા તો માત્ર તમે અભિમાનમાં જ રહ્યા....? કોને કેટલા ઘકકા ખવડાવ્યા ??
ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો કે એક દિવસ દરેકને ઉડી ગયેલા બલ્બ જ થવાનું છે.
આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે,જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શકયા નથી; અને નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે.
હજી પણ આપની પાસે સમય છે, ચિંતન કરો, અને સમાજના હિતમાં જે કઈ પણ થઈ શકે તે કરીએ અને પોતાના પદ રૂપી બલ્બ થી સમાજને રોશન કરીએ.
આ પોસ્ટ કોણે લખી છે એ મને ખબર નથી, પણ જીવનની કરૃણ વાસ્તવિકતા દર્શાવે છે, એ બાબત આજના સમયે ખૂબ યોગ્ય સાબિત થાય છે, તેથી હું આપની સમક્ષ આ માહિતી મૂકું છું.
દોસ્તો હળવાશથી વાંચીને ગંભીરતાથી વિચારીએ.....!આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી ચાલી જશે...જે ઘરમાં ટી સર્ટ- ચડી ને
📚 બદલે ઝભ્ભો-લેધો પહેરવા વાળા છે ગાડી પોસાય છતાં બસમાં ફરવા વાળા છે....
📚 ઘરના દરેક જણ જમ્યા છે કે નહીં તેનું ધ્યાન રાખવા વાળા છે....
📚 ન જોઈતી લાઈટ અને પંખા બંધ કરવા વાળા છે..
📚 તુટેલા સ્લીપરની પટ્ટી બદલાવી ચાલવા વાળા છે....
📚 હોટેલો છોડી રેકડીની કટીંગ ચાય પીવા વાળા છે....
📚 ત્રિફળા ને સુદર્શન લેવા વાળા છે.....
📚 દવા ને બદલે કાઢો-કરિયાતું પીવા વાળા છે....
📚 બેન્કમાં થોડા પૈસા ભરી પાસબુક જોવા વાળા છે...
📚લાઈટ ને ટેક્સના બિલો ઓનલાઈન ના ભરતાં રૂબરૂ ભરી રસીદ લઈ ફાઈલ કરવા વાળા છે.....
📚 સંતાનો માટે બધી જ બચત ખર્ચવા વાળા છે.....
📚 ટુથપેસ્ટ છોકરાઓ કાઢી નાખે પછી પક્કડથી ટુથપેસ્ટ કાઢી અઠવાડિયું ચલાવવા વાળા છે....
📚 રાત્રે દીકરા - દીકરી ઘરમાં ના આવે ત્યાં સુધી ઘરમાં આંટા મારનારા છે....
આવી અનેક આદતો ધરાવતા વડીલો પછી જોવા નહીં મળે....
તો, દોસ્તો ચાલો, હજુ એમને થોડા સાચવી લઈએ....

Post a Comment