જીવનનો આનંદ લેવો હોય, જીવનમાં આગળ વધવું હોય તો આ 11 વસ્તુને ઝડપથી છોડી દો...
જીવનનો આનંદ લેવો હોય, જીવનમાં આગળ વધવું હોય તો આ 11 વસ્તુને ઝડપથી છોડી દો...
ટૂંકી વાર્તા, બોધ કથા, જીવન ચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી ,લેખ, વગેરે વાંચવા અમારી સાથે જોડાયેલા રહો.
આ 11 વસ્તુ ઝડપથી છોડી દો l Leave this 11 Bad Habbits
📚 સ્વયં પર શંકા કરવાનું છોડી દો :-
જો તમને સ્વયં પર જ શંકા હશે તો એનો મતલબ એવો થાય છે કે તમારામાં આત્મવિશ્વાસ નથી. ચાણક્ય એ શું કહ્યું હતું એ યાદ છે ? કોઈપણ કામ શરુ કરતા પહેલા જો તમારામાં નાનકડી પણ શંકા જાગે કે આ કામ મારા થી નહી થાય તો પછી એ કામ તમારા માટે અઘરું બની જાય છે. એટલે સ્વયં પર શંકા કરવાનું છોડો અને જે કામ હાથ પર લો એ કામ ને પૂર્ણ કરવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દો...
📚 નકારાત્મક વિચારવાનું છોડી દો :-
" Be positive " આ સૌથી અસરકારક વિચાર છે.ચાલો તમારા એક ઉદાહરણથી સમજાવું, થોડું તમે યાદ કરો, જયારે તમને કોઈ કામ સોંપવામાં આવ્યું ત્યારે તમને લાગતું હશે કે અરે ! યાર , આ કામ મને કેમ આપ્યું ? બહુ અઘરું કામ છે, કેવીરીતે પૂરું થશે, બહુ મુશ્કેલીઓ આવશે, કંટાળો આવશે. એવું આપણે વિચારીએ છીએ અને એક કામ પૂર્ણ થઇ ગયા પછી એવું લાગે છે કે ઓ હો ... આ કામ તો ખુબ સરળ હતું. એકવાર નહિ અનેક વાર તમને આવું લાગ્યું હશે... માટે જ કહું છું કે નેગેટીવ વિચારવાનું બંધ કરી દો, પોતાની ક્ષમતાને ઓળખો,તેના પર વિશ્વાસ કરો,. ફાયદામાં રહેશો.
📚 નિષ્ફળતાનો ડર છોડી દો :-
સૌથી પહેલા એક વાત સમજી લો કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. સફળતા પાછળ અનેક નિષ્ફળતાઓનો હાથ હોય છે. અનુભવ થી જ સફળ થવાય. નિષ્ફળતા જે અનુભવ શીખવે છે તે જગતનો કોઈ શિક્ષક નહિ શીખવી શકે... એટલે નિષ્ફળતાથી ડરો નહિ, નિષ્ફળતા તો એક પ્રોસેસ છે સફળતા તરફ આગળ વધવાની... માટે નિષ્ફળતાનો ડર છોડી દો.
📚 ખોટી ચર્ચા કરવાનું છોડી દો :-
કોઈપણ ચર્ચાને અંતે તેની ફલશ્રુતિ શું નીકળે છે ? લગભગ કશું જ નહિ. ખોટી ચર્ચા કરવાથી માત્ર સમય અને સંબંધ જ બગડે છે. માટે ઝડપથી તમે ખોટી ચર્ચા કરવાનું બંધ કરી દો.
📚 તણાવ આપતા સંબંધ છોડી દો :-
જીવનમાં સારા સંબંધો ખુબ જરૂરી છે. ઘણીવાર આપણા એવા સંબંધો હોય છે જે માત્ર ને માત્ર તણાવ જ આપતા હોય છે. આવા સંબંધો તમારું ધ્યાન ભટકાવશે, તમારું ધ્યાન અન્ય કોઈ કામમાં લાગવા નહી દે. આવા સંબંધો ઝડપથી છોડી દો. કોઈ એ ખુબ સરસ વાક્ય લખેલું છે, કે સંબંધ નો ભાર નાં લાગવો જોઈએ,એ તો હળવા ફૂલ જેવા હોવા જોઈએ...
📚 કોઈની ટીકા કે નિંદા કરવાનું છોડી દો :-
તમે કોઈની ટીકા કે નિંદા કરો છો, એનો મતલબ એ વ્યક્તિ તમારા કરતા આગળ છે.એ તો એના કામમાં ધ્યાન રાખી આગળ વધી રહ્યો છે.પરંતુ તમે તેની નિંદા કરી તમારો સમય અને મન બંને બગાડી રહ્યા છો.કોઈની નિંદા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી.તેથી નિંદા કરવાનું છોડી દો...
📚 ગુસ્સો કરવાનું છોડી દો :-
ગુસ્સો એ આપણા જીવન માટે ખુબ જ ખરાબ છે. ગુસ્સો એ નુકસાન અને પછતાવા સિવાયનું કશું જ આપતો નથી. પાછળથી નિરાંતે પછાતાવું હોય તો જ ગુસ્સો કરો.બાકી ગુસ્સો કરવાનું છોડી દો..
📚 આળસ કરવાનું છોડી દો :-
આળસ એક માનસિક રોગ છે. ભગવાને શરીર કામ કરવા માટે બનાવ્યું છે, માટે આળસ નાં કરો. મન ઉપર કાબુ મેળવી લો આળસ અહી જ જન્મે છે.જીવનમાં આગળ વધવું હોય તો આળસ કરવાનું છોડી દો..
📚 સમય બરબાદ કરવાનું છોડી દો :-
આપણું જીવન સમયનું બનેલું છે, માટે જીવન જેટલું મહત્વનું છે એટલો જ સમય પણ મહત્વ છે. આથી જો તમે જીવનને પ્રેમ કરતા હોવ તો આજ થી જ સમય ને બરબાદ કરવાનું બંધ કરી દો. મજા કરો, કામ કરો શ્રમ કરો પણ ફાલતુ જગ્યાએ સમય બરબાદ કરવાનું છોડી દો. આ ફાલતું જગ્યા કઈ છે એ તમે ખુદ સારી રીતે જાણો જ છો. હવે, તમે જ નક્કી કરો કે તમારે શું કરવું છે..
📚 લોકોને ખુશ કરવાનું છોડી દો :-
એક વાત હંમેશા યાદ રાખો કે.... લોકો ક્યારેય ખુશ થતાં જ નથી. માટે લોકોને ખુશ કરવાનું છોડી દો..
📚 વ્યસન કરવાનું છોડી દો :-
આ ખુબ જરૂરી છે, જીવનમાં આનંદ માં રહેવું હોય તો આજ થી જ વ્યસન કરવાનું છોડી દો, શરીર પર ધ્યાન આપો, શરીરને સ્વસ્થ રાખો, યાદ છે તમને રાકેશ ઝૂનઝુનવાલા. સ્ટોક માર્કેટ નાં કિંગ. બીગ બુલ ગણાતાં.. ઘણી નાની ઉંમરે તેમણે ૪૩ હજાર કરોડ રૂપિયાની સંપતિ શેર માર્કેટ માંથી બનાવી હતી.પણ તેઓ તેમનું શરીર સાચવી નાં શક્યા. ૬૨ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. ખુબ પૈસા હોવા છતાં જીવનનાં ઘણા વર્ષો તેમની વિલચેર પર પસાર કર્યા. તેમના અંતિમ શબ્દો હતા કે.. " મેં બધે રોકાણ કર્યું પણ મારા શરીર પર રોકાણ નાં કર્યું " શરીર નું ધ્યાન રાખવા જેવું હતું. ટૂંકમાં પૈસા મહત્વના છે પણ તેના કરતા વધારે સ્વસ્થ શરીર મહત્વનું છે. તો શરીરને નુકસાન પહોચાડતાં વ્યસનને આજે જ છોડી દો.
🙏 " આભાર "🙏



Post a Comment