Benifit of Tulsi ( તુલસી ના ફાયદા)

 All benefits of Tulsi      ( તુલસી ના ફાયદા)



👉તુલસી સેવનના છે અગણિત લાભો :- ખાસ  આટલા રોગ તો સીધા જ અટકી જશે💯🌹


 તુલસીના સેવનના લાભ તેમજ ઔષધીય ગુણ

ભારતના હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીના સેવન ના અગણિત લાભ હોવાથી તેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં પણ તુલસીને ગુણકારી કહેવામાં આવી છે. 

ઔષધીય ઉપયોગ તરીકે તુલસીના પાન ને ગુણકારી માનવામાં આવે છે. તુલસીના બિયાં પણ લાભકારી છે. તુલસીના પાન ના સેવન કરવાથી કફ - વાયુ દોષ દૂર થાય છે. પાચન શક્તિ તેમજ ભૂખ વધે છે,અને રક્ત ને શુધ્ધ કરે છે. 

આ ઉપરાંત તુલસીના પાન તાવ, હ્રદયની બીમારી, પેટનો દુઃખાવો, મેલેરિયા અને બેક્ટેરિયલ સંક્રમણમાં ફાયદા કારક સાબિત થાય છે. તુલસી બે પ્રકારની હોય છે. રામ અને શ્યામ. જેમાં રામ તુલસીને મહત્ત્વ આપવામાં આવે છે 

મગજ માટે ફાયદા કારક :-


મગજ માટે તુલસી ખૂબ ફાયદાકારક છે. નિયમિત સેવન થી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશકિત તેજ થાય છે. તેથી નિયમિત રીતે તુલસીના ચાર - પાંચ પાન પાણી સાથે ગળીને ખાઈ જવા. 

માથાના દુઃખાવામાં આરામ :-

તાણના કારણે માથામાં દુઃખાવો થવો એ સામાન્ય વાત છે આવી સ્થિતિમાં તુલસીના તેલના એક - બે ટીપાં નાકમાં નાખવાથી આરામ થાય છે. માથાના વાળમાંની જુ - લીખ નો નાશ કરે છે. વાળમાં જુ -લીખનો ઉપદ્રવ વધી ગયો હોય તો વાળમાં તુલસીનું તેલ નાખવાથી રાહત થાય છે. 

રતાંધળાની બીમારીમાં ગુણકારી :-


ઘણાં લોકોને રતાંધળાની બીમારી હોય છે. સાંજ પડે પછી દ્રષ્ટિ નબળી પડી જતી હોય છે. તેવામાં તુલસીના પાનના રસના બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ફાયદો થાય છે. 


સાઈનસ :-

સાઈનસની તકલીફમાં તુલસીના પાન સૂંઘવાથી આરામ થાય છે. 

કાનમાં સોજો અને દુઃખાવો :-

તુલસીના પાન કાનના સોજા અને દુઃખાવામાં રાહત આપે છે. તુલસીના પાનનો રસ કાઢી તેને હુંફાળો ગરમ કરી બબ્બે ટીપાં કાનમાં નાખવાથી રાહત થાય છે.  

દાંતના દુઃખાવા માં ગુણકારી :-

તુલસીના પાન દાંતના દુખાવામાં રાહત આપે છે. કાળા મરી અને તુલસીના પાનની ગોળી બનાવીને દાંત નીચે રાખવાથી ખૂબજ રાહત થાય છે. 

ગળા સાથે જોડાયેલી સમસ્યા :-

શરદી, ઉધરસ તેમજ ઋતુમાંના ફેરફારના કારણે  ગળું બેસી જવું,શરદી,ઉધરસ થવા જેવી સામાન્ય તકલીફો થાય છે.તેવામાં તુલસીના રસને હુંફાળા પાણી સાથે ભેળવી કોગળા કરવાથી જલ્દી રાહત થાય છે. ઉપરાંત તુલસીના રસમાં હળદર , સિંધવ અને પાણી ભેળવી કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.

મૂત્રમાં થતી બળતરાથી છુટકારો :-


તુલસીના બિયાંના ચૂરણ અને જીરાના ભુક્કાને એક ગ્રામ લેવું,તેમાં ત્રણ ગ્રામ મિશ્રી મેળવી સવાર-સાંજ દૂધ સાથે લેવું.

સુકી ઉધરસ અને દમ :-


તુલસીના પાન અસ્થમાના રોગીઓ તેમજ સુકી ઉધરસ સતાવતી હોય તો દુર કરે છે. તુલસીના માંજર,સુંઠ ,કાંદાનો રસ અને મધનું મિશ્રણ કરી ચાટવું.

અપચો :-


પાચનશક્તિ નબળી હોય અથવા તો અપચાની તકલીફ હોય તો તુલસીની માંજર બે ગ્રામ લઇ તેને વાટી કાળા મીઠા સાથે દિવસમાં ત્રણ-ચાર વખત લેવી.

પથરી દુર કરવામાં ફાયદાકારક :-


પથરીની તકલીફમાં તુલસીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તુલસીના એક-બે ગ્રામ જેટલા પાન વાટી તેને મધ સાથે ભેળવીને ખાવું. જો કે ફક્ત આના પર નિર્ભર નાં રહેતા ડોકટરની સલાહ સાથે લેવી.

રોગ-પ્રતિકારક શક્તિ વધારે :-


૨૦ ગ્રામ તુલસીના બિયાના ચૂરણમાં ૪૦ ગ્રામ મિશ્રી વાટી ભેળવીને રાખવું. એક ગ્રામ માત્રાનું નિયમિત સેવન કરવાથી નબળાઈ દુર થાય છે. તેમજ શરીરની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

મેલેરિયા :- 


મેલેરિયાની બીમારીમાં તુલસીના પાનનો  કાઢો બનાવી સવાર, બપોર અને સાંજ પીવાથી મેલેરીયામાં લાભ થાય છે.

 




No comments

Powered by Blogger.