Diwali muhurat-2023

 Diwali Muhurat 2023 / દિવાળી શુભ મુહુર્ત ૨૦૨૩ / Diwali shubh muhurat 2023 full detail list



દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં આ તહેવારનો અલગજ આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે. આ દિવસે આખ્ખો દેશ રોશનીથી ઝગમગી ઉઠે છે. હિંદુ ધર્મમાં દિવાળીને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે માં લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે.અને તેમને સુખ અને સંપતિના આશીર્વાદ આપે છે. 

     દિવાળીના દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ આખા અયોધ્યાને રોશનીથી શણગારી હતી.

       ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી ( Diwali Celebration 2023 ) કરવામાં આવે છે. આ દિવસે લોકો દીવા પ્રગટાવીને આનંદની ઉજવણી કરે છે. ત્યારી અહી આ વર્ષે દિવાળી પર શુભ મુહુર્ત 
(Diwali Muhurt 2022 ) અને પૂજાવિધિ અંગે જાણકારી આપવામાં આવી છે.

Diwali Shubh Muhurt :-

દિવાળી શુભ મુહુર્ત , ભાઈ-બીજ  શુભ મુહુર્ત , ધનતેરસ શુભ મુહુર્ત ,બેસતું વર્ષ શુભ મુહુર્ત , દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. દિવાળીના તહેવારોની આખા દેશમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારો ધનતેરસ થી ચાલુ થાય છે અને લાભ- પાંચમ સુધી ચાલે છે. દિવાળીના તહેવારોમાં ખરીદી અને અન્ય શુભ કાર્યો માટે શુભ મુહુર્ત નું ખુબજ મહત્વ રહેલું છે.


Diwali Muhurt - 2023 :-

પુષ્ય નક્ષત્ર શુભ મુહુર્ત :- 

પુષ્ય નક્ષત્ર માં ખરીદી નું ખુબજ મહત્વ રહેલું છે. પુષ્ય નક્ષત્ર તા. 04-11-2023 શનિવાર નાં રોજ છે. જેના શુભ મુહુર્ત બપોરે 12.30 થી 04.30 વાગ્યા સુધી અને સાંજે 06.00 થી 7.30 વાગ્યા સુધી રહેશે. 

ધન-તેરસ શુભ મુહુર્ત  :-

ખરીદી માટે ધનતેરસ ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ નાં દિવસે લોકો સોનું, ચાંદી અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. ધનતેરસ આ વર્ષે તારીખ 10-11-2023 શુક્રવારના દિવસે છે. ધનતેરસ નાં શુભ મુહુર્ત નીચે મુજબ છે.

બપોરે 12.40 થી 01.35 વાગ્યા સુધી 
04.35 થી 05.55 વાગ્યા સુધી
09.10 થી 10.45 વાગ્યા સુધી

તથા તારીખ 11-11-2023 નાં રોજ બપોર સુધી ધનતેરસ રહેશે.

કાળી ચૌદસ તારીખ 11-11-2023 નાં રોજ બપોરે 01.58 વાગ્યાથી રહેશે.

દિવાળી શુભ મુહુર્ત :-

આ વર્ષે દિવાળી કઈ તારીખે છે એ બાબતે ધનુ Confusion છે. દિવાળી તા. 12-11-2023 રવિવારના રોજ છે. દિવાળીના શુભ મુહુર્ત નીચે મુજબ છે . બપોરે 01.30 વાગ્યા થી 02.45 વાગ્યા સુધી 
સાંજે 06.00 થી 10.30 વાગ્યા સુધી
રાત્રે 12.30 થી 02.15 વાગ્યા સુધી

પડતર દિવસ / ધોકો :-

પડતર દિવસ કે ધોકો આ વર્ષે તા. 13-11-2023 નાં રોજ રહેશે. આ દિવસ દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો દિવસ હોય છે.

નૂતન વર્ષ શુભ મુહુર્ત :-

બેસતું વર્ષ કે નૂતન વર્ષ નું ખુબજ મહત્વ રહેલું હોય છે. બેસતા વર્ષના શુભ મુહુર્ત સવારે 09.35 થી 01.35 વાગ્યા સુધી રહેશે.

ભાઈ-બીજ શુભ મુહુર્ત :-

ભાઈ-બીજ તા.15-11-2023 નાં રોજ છે. ભાઈ-બીજ નાં શુભ મુહુર્ત સવારે 08.15 વાગ્યા થી 12.30 વાગ્યા સુધી રહેશે.

લાભ-પાંચમ શુભ મુહુર્ત :- 

લાભ પાંચમ તા. 18-11-2023 શનિવાર નાં રોજ છે. લાભ પાંચમ નાં શુભ મુહુર્ત સવારે 08.20 વાગ્યા થી 09.35 વાગ્યા સુધી રહેશે.


No comments

Powered by Blogger.