પગે લાગવું ખુબજ ઉપયોગી અને જરૂરી :- જાણો કારણ

 પગે લાગવું ખુબજ ઉપયોગી અને જરૂરી :- જાણો કારણ 


                         નમસ્કાર મિત્રો , આજે હું તમને જણાવવા માંગું છું કે વડીલોને પગે લાગવું શા માટે જરૂરી છે. આપણી સંસ્કૃતિ ની આ પ્રથા અકારણ નથી. વાંચો આ રસપ્રદ લેખ.

પગે લાગવાથી ખરેખર શું થાય છે ? આજની Generation નો આ બાબતે શું અભિપ્રાય છે ?

          આપણા આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઇ શકે તે સવાલનો જવાબ કૃષ્ણલીલા માંથી જ મેળવીએ.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું,.........

                        એક દિવસ દુર્યોધનના કટાક્ષથી દુખી થઈને , " ભીષ્મ પિતામહ " જાહેર કરે છે કે  " હું કાલે પાંડવોને મારી નાખીશ"

તેની જાહેરાતની જાણ થતાં જ પાંડવોની છાવણીમાં બેચેની વધી ગઈ .....

દરેક વ્યક્તિ ભીષ્મની ક્ષમતાઓ વિષે જાણતા હતા. તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઇ ગયા.

પછી શ્રીકૃષ્ણ દ્રૌપદીને સીધા ભીષ્મની છાવણીમાં લઇ ગયા. શિબિરની બહાર ઉભા રહી તેમણે દ્રૌપદીને કહ્યું કે - અંદર જાવ અને પિતામહને પ્રણામ કરો. જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ-પિતામહને પ્રણામ કર્યા , ત્યારે તેમણે " અખંડ સૌભાગ્યવતી ભવ " આશીર્વાદ આપ્યા.



પછી તેમણે દ્રૌપદીને પૂછ્યું કે  !! " વત્સ, તમે આટલી રાત્રે અહી એકલા કેવી રીતે આવ્યા, શ્રીકૃષ્ણ તમને અહી લાવ્યા છે ? 

ત્યારે દ્રૌપદી એ કહ્યું કે - " હા , અને તેઓ રૂમની બહાર ઉભા છે." પછી ભીષ્મ પણ રૂમની બહાર આવ્યા અને બંને એ એકબીજાને પ્રણામ કર્યા ." 

ભીષ્મે કહ્યું - " મારા એક શબ્દને બીજા શબ્દોથી કાપવાનું કામ ( લીલા ) ફક્ત શ્રીકૃષ્ણ જ કરી શકે છે."



શિબિરમાંથી પાછા ફરતી વખતે શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે - " એકવાર ભીષ્મ પિતામહને પ્રણામ કરીને તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે " જો તમે દરરોજ ભીષ્મ , ધ્રુતરાષ્ટ્ર ,દ્રોણાચાર્ય  વગેરેને કાયમ પ્રણામ કરતા હોત , જો દુર્યોધન - દુશાસન વગેરેની પત્નીઓ પણ પાંડવોને કાયમ પ્રણામ કરતા હોત તો કદાચ આ યુદ્ધ નાં થયું હોત.

તાત્પર્ય ....... આજની જનરેશનને આ બાબતે અનુરોધ કરવાનો કે અત્યારે આપણા ઘરોમાં ઘણી બધી સમસ્યાઓનું મૂળ કારણ એ છે કે - " જાણી જોઇને કે અજાણતા જ ઘરના વડીલોની ઉપેક્ષા કરવામાં આવે છે."  " જો ઘરના બાળકો અને પુત્રવધુઓ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ લે તો કોઈ પણ ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી નાં આવી શકે." વડીલોએ આપેલા આશીર્વાદ vaccine બની બખ્તરની જેમ કાર્ય કરે છે. કોઈ "- virus હથિયાર " તેમને ભેદી શકતું નથી -

પ્રણામ એ પ્રેમ છે. પ્રણામ એ શિસ્ત છે. પ્રણામ એ શીતળતા છે. પ્રણામ આદર શીખવે છે. સારા વિચારો પ્રણામથી આવે છે. પ્રણામ નમવું શીખવે છે. પ્રણામ ક્રોધ દુર કરે છે. પ્રણામ આંસુ ધોઈ નાંખે છે. પ્રણામ અહંકારનો નાશ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય અને કંઇક પ્રેરણાદાયી બોધ ગ્રહણ થાય તો બીજા મિત્રો ને પણ share કરજો અને મારો ઉત્સાહ વધારજો જેથી હું આવા બીજા રસપ્રદ પ્રસંગો આપની સમક્ષ રજૂ કરી શકું. 


🙏 આભાર મિત્રો  🙏




No comments

Powered by Blogger.