અમૃતનો ઓડકાર-પુસ્તક સમીક્ષા

 "અમૃતનો ઓડકાર" - પુસ્તક સમીક્ષા :-



પુસ્તકનું નામ :- અમૃતનો ઓડકાર

આપણે જે પુસ્તક ની સમીક્ષા કરીએ છીએ તે પુસ્તકનું નામ છે. "અમૃત નો ઓડકાર". આ પુસ્તકના નામ ઉપરથી જ અનુમાન લગાવી શકાય છે કે આ પુસ્તકમાં અમૃત જેવા પ્રસંગોની વાત કરવામાં આવી છે. ખુબ સરસ રીતે પ્રસંગોને રજુ કરવામાં આવેલા છે.


પુસ્તકના લેખકનું નામ :-

-ડોકટર આઈ.કે. વીજળીવાળા


પુસ્તકની પૃષ્ઠ સંખ્યા :- 

અમૃતનો ઓડકાર પુસ્તકની પાનાની સંખ્યા ૮૯ છે. જેમાં શરૂઆત નાં પાના ઉપર પ્રસંગોની નામ અને નંબર સાથે ની અનુક્રમણિકા આપવામાં આવી છે. અને છેલ્લા પાના ઉપર ડોક્ટર વીજળીવાળા નાં અન્ય પુસ્તકોના નામ ચિત્ર સાથે આપવામાં આવેલા છે.


પુસ્તકની આવૃત્તિ  :- 

ડોક્ટર આઈ કે વીજળીવાળા એ વર્ણવેલ અમૃત જેવા પ્રસંગોથી  બનેલ આ પુસ્તક "અમૃતનો ઓડકાર" ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૯ ની છે.


પુસ્તકની બાંધણી :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકની બાંધણી ખુબજ સરસ રીતે કરવામાં આવી છે. બાંધણી પુસ્તકનું આયુષ્ય વધારી નાંખે તેવી મજબૂતી સાથે કરવામાં આવી છે.


મુખપૃષ્ઠ :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તક નાં  મુખપૃષ્ઠ પર  સુરજમુખી નું ચિત્ર આપવામાં આવ્યું છે. આ સુરજમુખી નાં આપેલા ત્રણ ફૂલોમાંથી એક ફૂલ ઉપર પતંગિયું બેઠેલું છે.


અંતિમ પૃષ્ઠ :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકનાં છેલ્લા પાના ઉપર ડોક્ટર આઈ. કે . વીજળીવાળા એ લખેલા અન્ય પુસ્તકોના નામ સાથે નાં ચિત્રો આપેલા છે.


પુસ્તકનું કદ :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકની લંબાઈ ૨૧ સેન્ટીમીટર  અને પહોળાઈ ૧૪ સેન્ટીમીટર છે. તેમજ આ પુસ્તકની જાડાઈ ૦.૫ સેન્ટીમીટર છે. પુસ્તકનું કદ યોગ્ય રાખવામાં આવ્યું છે.

આ પુસ્તકનું વજન ૧૧૪ ગ્રામ છે. વજન ઓછું હોવાથી આને સહેલાઇ થી ઊંચકી શકાય છે. અને એક જગ્યાએ થી બીજી જગ્યા ઉપર સહેલાઇ થી હેરફેર કરી શકાય છે.


પુસ્તકની કિંમત :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકની કિંમત માત્ર ૬૦ રૂપિયા રાખવામાં આવી છે. જે પ્રમાણે માપની કહી શકાય. સામાન્ય માણસ પણ આ પુસ્તક ખરીદી શકે અને વાંચી શકે છે. પુસ્તક ની કિંમત પ્રમાણમાં યોગ્ય છે.


પુસ્તકનું આવરણ :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકનું આવરણ ખુબજ સરસ છે. પુસ્તકનું શરૂઆતનું પાન મજબુત અને સુંદર છે. તેમજ પુસ્તકની અંદર આપવામાં આવેલા પાનાની ગુણવત્તા પણ ખુબજ સારી છે. જે લાંબા સમય સુધી ટકી રહે તેવી છે. આમ, પુસ્તકનું આવરણ ખુબજ સારું છે.


પુસ્તકનું છાપકામ :- 

ડોક્ટર આઈ.કે .વીજળીવાળા રચિત પુસ્તક "અમૃત નો ઓડકાર" પુસ્તકનું છાપકામ ખુબજ સરસ રીતે કરવામાં આવ્યું છે. છાપકામ યોગ્ય ફોન્ટ અને સાઈઝમાં કરવામાં આવ્યું છે. યોગ્ય રીતે વાંચી શકાય તેવું છાપકામ કરવામાં આવેલું છે.


પુસ્તકનો આકાર  :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકનો આકાર લંબચોરસ રાખવામાં આવ્યો છે. આકાર યોગ્ય અને હાથમાં રાખી શકાય તેવી રીતે રાખવામાં આવેલ છે.


આંતરિક લક્ષણો :- 

પુસ્તકની વિષયવસ્તુ :- "અમૃત નો ઓડકાર" પુસ્તકનું વિષય વસ્તુ ખુબજ સુંદર અને આકર્ષક છે. આપેલ પ્રસંગો મનુષ્ય જીવન માં નવીન ઉર્જા ભરી નાંખે તેવી છે. તેમજ ભગવાનમાં રહેલી શ્રધ્ધા માં પણ વધારો થાય તેવા પ્રસંગો છે. માણસમાં રહેલી નકારાત્મક વિચારોને બદલી નાંખવાની ક્ષમતા આ પુસ્તક ધરાવે છે. અલગ-અલગ પ્રસંગો એક એક થી ચઢીયાતા અને પ્રેરણાદાયક છે.


વિષયવસ્તુની રજૂઆત  :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકમાં વિષયવસ્તુ ની રજૂઆત ૨૪ કહાનીઓમાં કરવામાં આવી છે. ૨૪ પ્રસંગોમાંથી અલગ-અલગ બોધ અને પ્રેરણા મળે છે. રજૂઆત ખુબ સરળ અને સમજી શકાય તેવી છે.


ભાષા શૈલી  :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકની ભાષાશૈલી ખુબજ સચોટ અને સુંદર રીતે કરવામાં આવેલી છે. આખું પુસ્તક ગુજરાતી ભાષામાં લખેલું જોવાથી વાંચનમાં સરળતા રહે છે. માત્ર ગુજરાતી ભાષા જ જાણનાર વ્યક્તિ પણ અર્થગ્રહણ સાથે સમજ મેળવી શકે છે.


જીવન ઉપયોગી મુલ્યો  :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકમાં આપેલ અલગ-અલગ પ્રસંગોમાંથી અલગ-અલગ પ્રેરણા પ્રાપ્ત થાય છે. લેખકે ખુબ સરસ રીતે તે રજુ કર્યા છે.

હંમેશા તમારા હૃદય પર વિશ્વાસ રાખો.

હંમેશા ભગવાન પર ભરોસો રાખો , જે થશે તે સારું જ થશે.

સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સ્વીકાર કરો. 

જેમ છે તેમ, ભવિષ્યમાં હશે તેમ બધી રીતે સ્વીકારો. 


ચિત્રોનું પ્રમાણ  :- 

"અમૃત નો ઓડકાર" પુસ્તકમાં ચિત્રો અંદરની બાજુ આપવામાં આવેલા નથી. શરૂઆતના મુખપૃષ્ઠ  અને અંતિમપૃષ્ઠ  સિવાય ક્યાંય પણ ચિત્ર આપવામાં આવેલા નથી.


"અમૃતનો ઓડકાર" - પુસ્તક સમીક્ષા


લેખકના અંતિમપૃષ્ઠ પરના વિચારો  :- 

"અમૃત નો ઓડકાર" 

 મહાસાગર જેવું વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદતી વેળાં ઘણી જગ્યાએથી અમૃતના બિંદુઓ મળી આવ્યા. હૃદયને શાતા આપે. લાગણીઓ આડેના સઘળા બંધ ખોલી નાંખે. ઈશ્વર પરની શ્રધ્ધા બેવડાઈ જાય અને માનવીમાં ફરીથી વિશ્વાસ જાગી ઉઠે એવા અદભુત પ્રસંગો વાંચતા જ હૃદય તરબોળ થઇ જાય અને આંખ ભીની થાય. એ બધું અમૃત બિન્દુઓનો આ થાળ આજે બધાની વચ્ચે મુકતી વેળાએ એક અજબ રોમાંચ થઇ રહ્યો છે. 

       દરેક વાતમાં માનવજીવનનાં ઉત્કૃષ્ઠ મૂલ્યોનું પ્રતિબિંબ અને ઈશ્વર પ્રત્યેની આસ્થા આપો-આપ જ ઉભરી આવે છે અને કશો જ પ્રત્યક્ષ બોધ નાં હોવા છતાં સરળતાથી સમજાઈ જાય છે. આમેય આ બધી વાતો કોઈ પણ જાતનો બોધ આપવા તો લખાઈ જ નથી. આ અમૃતબિંદુઓ માંથી જે નિજાનંદ નો અનુભવ કર્યો છે એ આનંદ જે કોઈ આ વાંચે એને પ્રાપ્ત થાય. બસ, એ એક જ પ્રયોજન છે આ પુસ્તક પાછળનું .


                            આશા રાખું છું કે દરેક વાચક એ અદ્ભુત અવસ્થાને પામે !! 

                                -ડો. આઈ. કે. વીજળીવાળા 


        નોંધ :- જો આપને આ પુસ્તક ગમ્યું હોય તો comment બોક્ષમાં જરૂર લખો. 

No comments

Powered by Blogger.