જનરેશન ગેપ પર અવલોકન :- ૪૦ વર્ષની ઉમરના લોકોને અર્પણ
જનરેશન ગેપ પર અવલોકન :- ૪૦ વર્ષની ઉમરના લોકોને અર્પણ
જનરેશન ગેપ પર અવલોકન :- ૪૦ વર્ષની ઉમરના લોકોને અર્પણ
એક વાત કહું મિત્રો ? નાં ન પાડતા મિત્રો, જનરેશન ગેપ પર આ મેસેજ જેટલી મરજી હોય એટલા લોકોને મોકલો, કેમ કે આપણી ઉમરનાં લોકો આ મેસેજને વાંચશે તો તેમને તેમનુંં બાળપણ ચોક્કસ યાદ આવશે, તે તમારા કારણે પોતાના બાળપણમાં ચાલ્યા જશે, ભલે ને તે થોડીવાર માટે જ કેમ નાં હોય, અને એ તમારા તરફથી તેમનાં માટે સૌથી સારી ભેટ હશે.
📓 આપણે છેલ્લા લોકો છીએ જે મોટા ભાગે પોતાના નાના વાળમાં કોપરાનું તેલ લગાવીને સ્કૂલ અને કોલેજમાં જતા હતા,અને લગ્નોમાં હજી પણ જઈએ છીએ.
📓 આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જેમણે શાહીવાળા ખડીયા કે પેનથી ચોપડી, નોટ, કપડાં, અને હાથપગ કાળા-વાદળી કર્યા છે. આપણે સ્લેટ પેનથી લખ્યું છે.અને તે સ્લેટ થુંક કે પાણીથી ધોઈ પણ છે.અને તે સ્લેટ-પેન ખાધી પણ છે.
📓 આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે ટીચરનો માર ખાધો છે. અને ઘરમાં તેમની ફરિયાદ કરવા પર પાછો માર ખાધો છે.
📓 આપણે એ છેલ્લા લોકો છીએ જે શેરીના વડીલ લોકોને દુરથી જોઇને નાકા પરથી ભાગીને ઘરે આવી જતા હતા અને સમાજના મોટા વડીલ અને ઘરડા લોકોની ઈજ્જત છેલ્લી હદ સુધી કરતા હતા.
📓 આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે પોતાના સ્કૂલના સફેદ કેનવાસ બુટ ઉપર ચોકનો ભૂકો લગાવીને ચમકાવ્યા હતા.
📓 આપણે એ છેલ્લા લોકો છીએ જેમણે ગોળની ચા પીધી છે, ઘણા લાંબા સમય સુધી સવારે કાળું કે લાલ દંતમંજન કે સફેદ ટૂથ પાઉડર વાપર્યું છે અને ક્યારેક ક્યારેક તો મીઠું કે લાકડાના કોલસાથી દાંત સાફ કર્યા છે.
📓 આપણે નક્કી, એ જ લોકો છીએ જેમણે ચાંદની રાતે, રેડિયો ઉપર BBC નાં સમાચાર , વિવિધ ભરતી , ઓલ ઇન્ડિયા રેડિયો , બિનાકાની ગીતમાલા અને હવા- મહેલ જેવા પ્રોગ્રામ ખુબ ધ્યાનથી સાંભળ્યા છે, અને રવિવારે સવારે ટીવી ઉપર રામાયણ - મહાભારત ની મજા માણી છે.
📓 આપણે એ છેલ્લા લોકો છીએ જે સાંજ થતાં જ ટેરેસ ઉપર પાણીનો છંટકાવ કરતા હતા અને સફેદ ચાદર પાથરીને સુતા હતા. એક સ્ટેન્ડવાળો પંખો બધાને પવન માટે રાખવામાં આવતો હતો, સુરજ નીકળ્યા પછી પણ જડ બનીને સુતા રહેતા હતા.
📓 હવે, એ સમય બધો વીતી ગયો, ચાદરો હવે નથી પાથરવામાં આવતી, ડબ્બા જેવા રૂમમાં , એ.સી. ની સામે રાત અને દિવસ પસાર થાય છે.
📓 આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જેમણે સુંદર સંબંધો અને તેની મિઠાસ વહેચતાં લોકો જોયા છે, જે સતત ઓછા થતાં જાય છે.
📓 આપણે એ છેલ્લી પેઢીના લોકો છીએ જે રવિવાર કે રજાના દિવસે પીકનીક ને બદલે સગા-વહાલાં અને મિત્રો નાં ઘરે મળવા નીકળી જતા. હવે તો સગા-વહાલાં ઓને ફક્ત વિડીયો કોલથી મળાય છે.
📓 અને આપણે એ નસીબવાળા લોકો છીએ,જેમણે સંબંધની મિઠાસ અનુભવી છે.
📓 અને આપણે આ દુનિયાના એવા લોકો છીએ , જેમણે એક " વિશ્વાસ નાં કરી શકાય " એવો નજારો જોયો છે, મહામારીના કાળમાં પરિવારના સંબંધીઓને ( પતિ-પત્ની ,બાપ-દીકરા ,ભાઈ-બહેન વગેરે ) એકબીજાને સ્પર્શ કરતાં બીતા જોયા છે.
📓 પરિવારના સંબંધીઓની તો વાત જ શું કરવી, માણસને પોતાને પોતાના જ હાથે પોતાના જ નાક અને મોઢાને સ્પર્શ કરતા બીતા જોયા છે.
📓 " અર્થીને " ચાર ખભા આપ્યા વગર સ્મશાન ઘાટ ઉપર જતા જોઈ છે. " પાર્થિવ શરીર " ને દુરથી જ " અગ્નિદાહ " આપતાં જોયા છે.
📓 આપણે આજે ભારતની એકમાત્ર એ પેઢી છીએ જેમણે માં-બાપની વાત માની અને બાળકોની પણ માની રહ્યા છીએ.
📓 લગ્નમાં બુફેમાં ખાવાનો એ આનંદ નથી આવતો જે પંગતમાં બેસીને આવતો, આંગળીના ઇશારે 2 લાડુ અને ગુલાબ જાંબુ , કાજુ-કતરી લેવી, પૂરી તપાસી તપાસી ને ગરમ ગરમ લેવી. પાછળની પંગતમાં ડોકિયું કરીને શું શું આવી ગયું, અને આપની પંગતમાં શું શું બાકી છે અને જો બાકી છે તો એના માટે બૂમ પાડવી, પાસે બેઠેલા સંબંધીના પત્તરમાં જબરદસ્તી થી પૂરી મુકાવવી, રસવાળાને દુરથી આવતા જોઇને ફટાફટ રસની વાટકી ખાલી કરવી, પહેલી પંગત કેટલી વારમાં ઉભી થશે એ પ્રમાણે બેસવાની પોઝીશન બનાવવી અને છેલ્લે પાણીવાળાને શોધવાનો, આ બધું ઘણું યાદ આવે છે.
🙏 આભાર 🙏





.jpg)
.jpg)

Post a Comment