મોઢામાં ચાંદા પડવાથી પરેશાન છો તો અજમાવો આ ૧૦ ઘરેલું ઉપાય :-
મોઢામાં ચાંદા પડવાથી પરેશાન છો તો અજમાવો આ ૧૦ ઘરેલું ઉપાય :- ( If you are Suffering from Mouth sores, try these 10 home remedies )
મોઢામાં ચાંદા પડવાથી પરેશાન છો તો અજમાવો આ ૧૦ ઘરેલું ઉપાય :- ( If you are Suffering from Mouth sores, try these 10 home remedies )
ગરમીને કારણે અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગળાની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઇ જાય છે, અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઇ જાય છે. પણ જ્યાં સુધી પણ આ રોગ રહે છે, ત્યાં સુધી ખાવું તો દુર પીવું પણ મુશ્કેલ થઇ જાય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. તેનો ઈલાજ કોઈ મોંઘો નથી પણ ઘરેલું અને સરળ છે. ઘરે જ કેટલાંક ઉપાયો અપનાવીને તમે તેનાથી બચી શકો છો.
આવો, આજે જાણીએ મોઢામાં ચાંદા પડવાથી પરેશાન છો તો છુટકારો મેળવવાના સચોટ ઉપાયો
1. મીઠાનું પાણી :- મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદા ને સુકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં ચાર-પાંચ વાર કોગળા કરો.
2. બેકિંગ સોડા :- મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા પડશે. તેનાથી ચાંદામાં થનારો દુઃખાવો પણ ઠીક થઇ જાય છે.
3. આલુંનો જ્યુસ :- આલુના જ્યુસને માઉથવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1 -2 મોટી ચમચી આલુના જ્યુસને મોઢામાં લઇને 2-3 મિનીટ કોગળા કરો કે પછી નાનકડા રૂ નાં પૂમડાને આલુના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડો.
4. ફટકડી :- ફટકડીનાં ઉપયોગથી ચાંદાનાં દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા ભાગ પર દિવસમાં 2 વાર લગાવો.આ વાતને ધ્યાનમાં રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઇ શકે છે.
5. ટી-બેગ :- મોઢાના ચાંદા નાં સારવાર માટે ટી બેગ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા એસિડથી ચાંદા નો દુઃખાવો ઠીક થાય છે. બસ, તમારે થોડીક મિનીટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.
6. ચા નાં ઝાડનું તેલ :- આ તેલ ને પણ ત્વચાના કીટાણુંનાશકનાં રૂપમાં માનવામાં આવે છે.મોઢાના ચાંદાને દુર કરવા માટે તેને ૯૦ % પાણીમાં અને ૧૦% ચાના ઝાડનું તેલ મિક્સ કરીને દિવસમાં બે વાર કોગળા કરો. આવું, કરવાથી મોઢાના ચાંદાની સાથે ચાંદા માં થનારો દુઃખાવો પણ દુર થઇ જાય છે.
7. જામફળના પાન :- જામફળનાં પાનને ચાવવાથી મોઢાના ચાંદા ઠીક થઇ જાય છે. આ માટે કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદા માંથી રાહત મળે છે.
8. ઈલાયચી :- ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લાગાવાવથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાળ બને છે. તેનાથી મોઢાની ગંદકી ખતમ થઇને મોઢાના ચાંદા મટી જાય છે.
9. લીમડાના પાન :- લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાનાં ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાન ને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો. આવું કરવાથી મોઢાના ચાંદા ઠીક થઇ જાય છે, અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘીમાં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.
10. હળદર :- હળદર દ્વારા પણ મોઢાના ચાંદા માંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર - સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.
🙏 " આભાર " 🙏




.jpg)



Post a Comment