૪૦ ની ઉમર પછી આ ૧૦ મંત્રો અપનાવો : હંમેશા આનંદમાં અને ખુશ રહેશો.
૪૦ ની ઉમર પછી આ ૧૦ મંત્રો અપનાવો : હંમેશા આનંદમાં અને ખુશ રહેશો.
તો આ ૧૦ વાતો યાદ રાખો , હકારાત્મક રહો,નક્કી તમારા જીવનમાં હકારાત્મક બદલાવ આવશે.
📙 આપણું શરીર કેવું હશે, કેટલું સ્વસ્થ હશે તે આપણી જીવનશૈલી નક્કી કરશે.
📙 તમારો આહાર કેવો છે, તમે કેટલો શ્રમ કરો છો, નિયમિત કેટલી ઉંઘ લો છો તે બધું જ મહત્વનું છે.
📙 જો આપણે આપણી જીવનશૈલી પર થોડું ધ્યાન આપીએ અને થોડા નિયમો પાળીએ તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
📙 બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પેટ સાફ કરવું,દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું,નાકમાં નસ્ય કરવું, મો માં ગંડુષ કરવું,આયુર્વેદિક ધુમ્રપાન કરવો,માલીશ કરવી,કાનમાં તેલ નાંખવું,કસરત કરવી અને કાનમાં તેલ નાંખવું,આજની ભાગદોડ ભરી જિંદગીને જોતા આપણે રોજ આ બધું નાં કરીએ તો પણ અઠવાડિયામાં એકવાર કે પખવાડિયામાં એકવાર કરીએ તો ચાલે.
આ સંદર્ભના અહી ૧૦ મંત્રો આપવામાં આવ્યા છે તેને અપનાવો અને સ્વસ્થ રહો.
📚 નિયમ -1
શરીર ૭૦% પાણીનું બનેલું છે. શરીરમાં પાણીની આ માત્રા ટકાવી રાખશો તો હમેશાં સ્વસ્થ રહેશો. શરીરને સ્વસ્થ અને આરોગ્યપ્રદ પાણી જ રાખી શકશે.માટે દિવસ દરમિયાન ઓછા માં ઓછું 3 લીટર પાણી પીવો.
📚 નિયમ -2
શારીરિક શ્રમ કરો, આ ખુબ જરૂરી છે. આળસુ બની ને બેસી નાં રહો, શારીરિક શ્રમના અનેક ફાયદા છે.ભગવાને આપણું શરીર આરામ માટે નહિ પણ શ્રમ કરવા માટે જ બનાવ્યું છે.જેટલા થાકશો એટલાજ સ્વસ્થ રહેશો.
📚 નિયમ -3
આહારમાં ખુબ ધ્યાન રાખો, પ્રોટીન અને કેલ્સિયમ યુક્ત આહાર લો.તીખા,તળેલા અને સુગર્યુક્ત આહાર બંધ કરી દો અથવા ઓછા કરી દો. કુદરતે જે આહાર માનવ માટે બનાવ્યો છે, તેને જ ખાવાનું રાખો. માનવે જે શોધ કરી જેમકે ખાંડ , તેલ વગેરે નાં ખાવ ... અથવા ખુબ ઓછુ ખાવ.
📚 નિયમ -4
પગ ચાલવા માટે છે તેથી તેનો ભરપુર ઉપયોગ કરો. ૪૦ ની ઉમર પછી ખુબ ચાલવાનું રાખો, ચાલવા- દોડવાનું બંધ કરીને આપણેઆપણી શક્તિ ગુમાવી દીધી છે.ચાલવાનું રાખો. આજ આપણી સૌથી શ્રેષ્ઠ કસરત છે.
📚 નિયમ -5
કંઈ પણ બોલતા પહેલા તેના વિષે વિચારવાનું રાખો. સ્વસ્થ રહેવા સારા સંબંધ રાખવા ખુબ જરૂરી છે. અને તે માટે આપણે આપણી જીભ ને કાબુમાં રાખવી ખુબ જરૂરી છે. બોલો ઓછું અને કામ વધારે કરો.
📚 નિયમ -6
પૈસા પાછળ બહુ નાં દોડો. જરૂર હોય એટલુજ કમાવાનું વિચારો.આજના યુગમાં તણાવમાં નાં રહેવું હોય તો આ વાક્યને ધ્યાન માં રાખવું.
📚 નિયમ -7
હતાશ નાં થાઓ, બહુ અપેક્ષાઓ નાં રાખો. તમે ધારેલું થાય પણ ખરી અને નાં પણ થાય... આ વાતને સ્વીકારી લો, તમે બસ, કર્મ કરો.સારું પરિણામ આજે નહિ તો કાલે જરૂર મળશે જ... આજ કુદરતનો નિયમ છે...
📚 નિયમ -8
અહંકાર નાં રાખો, બધું અહી જ મુકીને જવાનું છે. પદ , માંન , હોદ્દા માટે અપેક્ષા નાં રાખો, અપેક્ષા જ દુઃખનું કારણ છે. અહંકાર વગર પોતાની મસ્તીમાં જીવો.
📚 નિયમ -9
૪૦ વર્ષના થયા, વાળ સફેદ થઇ ગયા એટલે વૃદ્ધ થઇ ગયા એવું નાં માનો, સ્વયં ને યુવાન જ સમજો. ખુબ હરો-ફરો, મજા કરો. બાળકો સાથે બાળકની જેમ મસ્તી કરો. હંમેશા આનંદમાં રહો, ખરેખર આ જ સાચી મજા છે.અને સ્વસ્થ રહેવાની દવા પણ છે.
📚 નિયમ -10
હમેશાં નાના માણસને સાથ આપો. તેને પ્રેમ થી બોલાવો. હંમેશા તમારે કામમાં આ નાનો માણસ જ આવશે.
📚 આયુર્વેદની દ્રષ્ટીએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાત્રે વહેલા સુઈ જવું ખુબ જરૂરી છે.રાત્રે મોડામાં મોડા સાડા દશ થી અગિયાર વાગ્યા સુધી સુધીમાં સુઈ જવું. અને સવારમાં સાડા ચાર કે પાંચ વાગ્યા સુધીમાં ઉઠી જવું.આખો દિવસ ખુબ જ ફ્રેશનેશ અનુભવાશે એની મારી પુરેપુરી ગેરંટી
📚 સૌથી પહેલું કામ પેટ સાફ કરવાનું કરવું.પેટસાફ રહે તો જ શરીરની અન્ય ગ્રહણશીલતા વધે. મળમૂત્ર નો યોગ્ય નિકાલ થાય તો જ શરીરમાં રાહત અનુભવાય છે.તથા ભૂખ અને તરસ લાગે છે. જો કબજીયાત રહેતી હોય તો રાત્રે સુતા પહેલા એક ચમચી હરડે અથવા ત્રિફળા ચૂર્ણ જરૂર સહેજ હુંફાળા પાણી સાથે લઇ લો.સાથે જ રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું.સવારે ઉઠીને એક કે બે ગ્લાસ શક્તિ મુજબ એ પાણી પીવું.
તો મિત્રો, આ ૧૦ વાતો યાદ રાખો, હકારાત્મક રહો, આનંદમાં રહો, તો નક્કી તમારા જીવનમાં હકારાત્મક બદલાવ આવશે.
ખુબ ટૂંકા પણ મહત્વના સમાચાર , ટૂંકી વાર્તા , બોધ કથા , જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચારો, સ્ટોરી તેમજ લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો.
મોટીવેશનલ ચેનલ :- http://www.youtube.com/@besimpal
( એકવાર અવશ્ય ચેનલની મુલાકાત કરો.)

Post a Comment