કળિયુગ નો સમય : જાણો જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું ?
કળિયુગ નો સમય : જાણો જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું ?
કળિયુગ નો સમય : જાણો જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું ?
આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યું :-
૧. સૌ પ્રથમ કુટુંબ ટૂંકું થયું.
૨. વ્યવહાર ટૂંકા થયા.
3. સંબંધો ટૂંકા થયા.
૪. વય ટૂંકી થઇ.
૫. ઉંઘ ટૂંકી થઇ.
૬. મન ટૂંકા થયા.
૭. મહેનત ટૂંકી થઇ.
૮. વાળ ટૂંકા થયા.
૯. કપડા ટૂંકા થયા.
૧૦. મર્યાદા ટૂંકી થઇ.
૧૧. બાળકોની સંખ્યા ટૂંકી થઇ.
૧૨. ઘરે જમવાનું ઘટ્યું.
૧૩. સાચા ઘરેણાં ઘટ્યા.
૧૪. વાંચન ઘટ્યું.
૧૫. ગણતર ઘટ્યું.
૧૬. ધર્મ જ્ઞાન ઘટ્યા.
૧૭. પગે ચાલવાનું ઘટ્યું.
૧૮. લાજ તો ટૂંકી નહિ,પણ સાવ ગઈ.
૧૯. ખોરાક ઘટ્યા.
૨૦. ઘી - માખણ નો વપરાશ ઘટ્યો.
૨૧. રસોડામાંથી તાંબુ , પિત્તળ ,કાંસુ ગયું.
૨૨. માટલાં / ગોરા ઘટ્યા.
૨૩. નાટક ઘટ્યા
૨૪. દયા ઘટી
૨૫. ઘરની રસોઈ ઘટી
૨૬. સુખ ચેન ઘટ્યા
૨૭. ઘંટી તો સાવ ગઈ
૨૮. ધાર્મિક પ્રવાસ ઘટ્યા
૨૯. ન્યાય ઘટ્યો
૩૦. પ્રેમભાવ ઘટ્યો
૩૧. મહેમાન ઘટ્યા
૩૨. વ્યવહાર ઘટ્યા.
૩૩. લાગણીઓ ઘટી
૩૪. બચતો ઘટી
૩૫. સંસ્કૃતિ ઘટી
૩૬. સત્સંગ ઘટ્યા
૩૭. સત્ય ઘટ્યું
૩૮. સભ્યતા ઘટી
૩૯. પરિવાર ઘટ્યા
૪૦. ભાઈ પરિવારના મન મેળાપ ઘટ્યા
૪૧. સમર્પણ ની ભાવના ઘટી
જો કોઈ પરિવારમાં હજુ સુધી આ અસર નથી આવી, તે પરિવારને સત સત ... નમન..
આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યું :-
૧. પુરુષો ને સાસરીયા પ્રત્યે પ્રેમ,આદર વધ્યો.
૨. બહેન કરતા સાળી વધારે સચવાય.
૩. ભાઈ કરતા સાળો વધારે સચવાય.
૪. પિતા કરતાં સસરા, વધારે સચવાય
૫. માં કરતા સાસુ વધારે સચવાય
૬. મોંઘવારી વધી.
૭. મોજ-શોખ વધ્યા
૮. સુંદર દેખાવા બ્યુટીપાર્લર નાં ખર્ચા વધ્યા
૯. કપડામાં મેચિંગ વધ્યા
૧૦. બ્રાન્ડેડ વસ્ત્રો નાં કેઝ વધ્યા
૧૧. જન્મદિવસની ઉજવણીઓ વધી
૧૨. દેખા-દેખી થી ચડિયાતા થવાના ક્રેઝ વધ્યા
૧૩. શિક્ષણ માટેનાં ખર્ચ વધ્યા
૧૪. હુંશાં તુંશી વધી
૧૫. આજની નવી ( પેઢી ) જનરેશન ને માં-બાપ પ્રત્યે અવગણના વધી
૧૬. ભાઈઓ ભાઈઓ માં મારું તારું નાં ભેદ વધ્યા
૧૭. છૂટાછેડા નાં કેશ વધ્યા.
૧૮. દેરાણી જેઠાણી માં કડવાસ વધી
૧૯. બાપની મિલકત માટે ભાઈ - ભાઈ - બહેન વચ્ચે વેરઝેર વધ્યા
૨૦. જુઠ વધ્યું
૨૧. વૃદ્ધાશ્રમો વધ્યા
૨૨. કોઈને નીચા દેખાડવા નાં ક્રેઝ વધ્યા
૨૩. વડીલોની સાથે અશોભનીય વર્તન વધ્યા
૨૪. પદ પ્રાપ્તિ માટે કાવા દાવા વધ્યા
૨૫. હોટલોનું ખાવાના ક્રેઝ વધ્યા
૨૬. પોતાની મોટાઈ બતાવવાનું વધ્યું
૨૭. દેખા-દેખી કરવામાં દેવું વધ્યું.
આજે કળીયુગના સમયમાં આપણા સૌના જીવનમાં શું શું પરિવર્તન આવ્યું તે જાણો અને સાવધાની પૂર્વક જીવો.


Post a Comment