સંબંધ સાચવતા શીખવું હોય તો ભગવત ગીતામાં શ્રી કૃષ્ણ એ જણાવેલી આ 5 વાતો સમજી લો.

 સંબંધ સાચવતા શીખવું હોય તો ભગવત ગીતામાં શ્રી કૃષ્ણ એ જણાવેલી આ 5 વાતો સમજી લો.



📚    ભગવત ગીતામાં જણાવેલી આ 5 બાબતો પર ધ્યાન આપો. સંબંધ સંદર્ભે તમારી બધી          મુશ્કેલીઓ દુર થઇ જશે.

તમારા સંબંધ બધા સાથે સારા રહેતા નથી ? એક નાનકડી ભૂલના કારણે સંબંધો બગડી જાય છે?
જો આવું હોય તો ભગવત ગીતાનો સહારો લો. અને તેમાં જણાવેલી આ પાંચ વાતો પર ધ્યાન આપો. સંબંધ બાબતની તમારી બધી જ મુશ્કેલીઓ દુર થઇ જશે.

📚    આત્મ બોધ :-

ભગવત ગીતામાં લખ્યું છે કે  સાચું જ્ઞાન એ આત્મજ્ઞાન છે, એટલે જરૂરી છે કે સૌથી પહેલા વ્યક્તિ સ્વયં ને બરાબર સમજે. આપણા સંબંધ બીજા જોડે ત્યારે જ સારા રહી શકે છે જ્યારે આપણે સ્વયં ને ઓળખાતા હોઈએ. આપણી ઈચ્છા , ભય , શક્તિને અને કમજોરીને જાણતાં હોઈએ. તે માટે પહેલાં સ્વયં ને સમજો !!

📚    આશક્તિ અને વૈરાગ્ય  :-

ભગવત ગીતા વૈરાગ્ય સમજાવતા કહે છે કે જે વૈરાગી છે એ જ સુખ ને ભોગવી શકે છે. વૈરાગી એટલે બધું ત્યજીને જીવું એવું નથી, વૈરાગી એટલે કોઈ નો મોહ રાખવાનો નથી.મોહ છોડીએ તો તેની  હકારાત્મક અસર આપણા સંબંધો પર પડે.

📚    ધર્મ અને કર્તવ્ય  :-

વ્યક્તિનું કર્તવ્ય ખુબ મહત્વનું છે. માતા-પિતા , ભાઈ-બહેન, મિત્ર માટે આપણી જવાબદારી શું છે. તે સમજવી ખુબ જરૂરી છે. આ જવાબદારી નિભાવવી એ આપણું કર્તવ્ય છે. જયારે વ્યક્તિ પોતાના ધર્મ અનુસાર કાર્ય કરે છે, તો તેના સંબંધોમાં સકારાત્મકતા વધી જાય છે. બધા સાથે તેનું સંતુલન જળવાઈ રહે છે.

📚    કર્મ યોગ :-

ભગવત ગીતા કહે છે કે આપણું કર્મ ખુબ મહત્વનું છે. ફળની ઈચ્છા રાખ્યા વગર કાર્ય કરવાનું છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવ થી કામ કરીએ છીએ તો આપણા સંબંધો જરૂર સુધરે છે અને મજબુત બને છે.

📚    સમ્માન :-

ભગવત ગીતામાં જણાવાયું છે કે સમ્માન મેળવવું હોય તો બીજાને સમ્માન આપવું પણ પડે. આપણે બધાને કોઈ પણ જાતના ભેદ-ભાવ વગર સમ્માન આપવું જોઈએ. આ સમજ સંબંધોમાં સહાનુભુતિ , લાગણી, પ્રેમ અને સહનશીલતાને જન્મ આપે છે, જેથી સંબંધો મજબુત બને છે.







No comments

Powered by Blogger.