શરીરની નાની મોટી તકલીફો નો આયુર્વેદિક ઉપચાર
શરીરની નાની મોટી તકલીફો નો આયુર્વેદિક ઉપચાર :- (Ayurvedic Remedy for Minor body Problems )
શરીરની નાની મોટી તકલીફો નો આયુર્વેદિક ઉપચાર :- (Ayurvedic Remedy for Minor body Problems )
૧. વજન વધારવું છે ? તો રાતના સુતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.
૨. અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઇ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.
3. ત્રણ અંજીરને પલાળી, પોચા પડ્યા પછી ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખુબ રાહત રહે છે. આ પ્રયોગ ૧૫ દિવસ કરવાથી ખુબ રાહત રહેશે.
૪. ગોળના નાનાં ટુકડા સાથે ૮ થી ૧૦ દાણા ચારોળીના ચાવી જતા થાક ઉતારી જશે.
૫. જમતા પહેલાં ખાટા ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.
૬. દાંતના દુખાવો થતો હોય ત્યારે તજના તેલનું પૂમડું મુકવાથી રાહત રહેશે.
૭. સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.
૮. નવરાત્રી દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.
🙏 " આભાર "🙏

Post a Comment