કબજિયાતથી પરેશાન છો તો વાંચો કબજિયાત નો રામબાણ ઈલાજ :-
કબજિયાતથી પરેશાન છો તો વાંચો કબજિયાત નો રામબાણ ઈલાજ :- ( If you are Suffering from Constipation , read this home remedy )
કબજિયાતથી પરેશાન છો તો વાંચો કબજિયાત નો રામબાણ ઈલાજ :- ( If you are Suffering from Constipation , read this home remedy )
ખાવું કોને નથી ગમતું, પણ તકલીફ ત્યારે થાય છે,જ્યારે ખાવાની આ ચાહત કબજીયાત , ગેસ અને ખાટા ઓડકાર જેવી પરેશાનીઓમાં બદલાઈ જાય છે. આ એ પરેશાનીઓ છે જે સાંભળવામાં તો નાનકડી લાગે છે. પણ જ્યારે તેનો સામનો કરવો પડે છે તો ભલભલાને પરસેવો આવી જાય છે. આજે અમે આપને એવાં કેટલાક ઘરેલું ઉપાય બતાવી રહ્યા છીએ, જે એસીડીટી ની સમસ્યા માટે સદીઓથી રામબાણ સાબિત થયા છે.
1. પાણી એક અચૂક ઉપાય :-
ગેસ કે એસીડીટીથી છુટકારો અપાવવામાં પાણી ખુબ મદદરૂપ છે. તેનાથી બચવા માટે કુણું ( હુંફાળું-નવ-સેકુ) પાણી પીવો. જેનાથી તમારી પાચનક્રિયા ઠીક રહે અને ગેસ પણ થતો નથી. જો તમને ગેસની વારંવાર સમસ્યા થાય છે તો સાદું ગરમ પાણી પીવાને બદલે તેની સાથે થોડું અજમો કે જીરું ખાઈ લો. તેને ચાવવાની જરૂર નથી. તમે તેને પાણીથી સીધું ઓગળી શકો છો. ગેસની સમસ્યાથી બચવા માટે ભોજન પછી હુંફાળું પાણી પીઓ.
2. આદુના ફાયદા છે અનેક :-
જો તમને એક એવો ઉપાય મળી જાય જે એક નહી અનેક સમસ્યાઓનો હલ કરી શકે. જી, હા આદુ એ ઉબકા આવવા અને અપચો ,પેટનો દુઃખાવો જેવી બધી સમસ્યાઓને દુર કરવાની તાકાત રાખે છે. ગેસ થતાં પેટ દર્દ અને અનેકવાર ઉબકા પણ આવે છે. આવામાં આદુ તમારી મદદ કરી શકે છે. આદુમાં બે પ્રકારના કેમિકલ જીન્જેરોલ્સ અને શ્લોગ્સ હોય છે. જે પેટની અંદરની સફાઈ કરે છે. આ ગેસ સાથે જ એસીડીટીની સમસ્યાને પણ દુર કરે છે. તો ગેસ થતાં આદુના રસમાં ગરમ પાણી અને ખાંડ મિક્સ કરો અને તેને પીવો.
કબજિયાતથી પરેશાન છો તો વાંચો કબજિયાત નો રામબાણ ઈલાજ
3. કાળા મરી :-
કાળા મરી પણ અનેક પરેશાનીઓથી મુક્તિ અપાવે છે. કાળા મરી લાભકારી હોય છે. તેને ખાવાથી શરીરમાં લાળ અને ગેસ્ટ્રીક જ્યુસની માત્રા વધે છે, જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે. તેથી ગેસથી બચવા માટે આહારમાં મરીનો સમાવેશ કરો.
4. વરિયાળી :-
જમ્યા પછી મમ્મી આપણને વરીયાળી આપે છે. જેનો મતલબ એ નથી કે ફક્ત માઉથ ફ્રેશનર નાં રૂપમાં તમને વરીયાળી આપી રહી છે. વરિયાળીના સેવનથી ગેસ્ટ્રીક અને એસીડ રિફ્લેક્ષ જેવી સમસ્યાઓ દુર થાય છે. જમ્યા પછી વરીયાળીથી પેટની તકલીફોમાં લાભ મળે છે.
5. અજમો :-
ગેસ થાય કે કબજીયાત " અજમો " રામબાણ સાબિત થઇ શકે છે. જો પેટમાં દુઃખાવો છે કે ગેસની તકલીફ છે. તો અડધી ચમચી અજમો અને અડધી ચમચી મીઠાને ગરમ પાણી સાથે ખાવ તેનાથી પરેશાની દુર થશે.
🙏 " આભાર " 🙏


Post a Comment