સંબંધને સમજવા માટે સાત શિખામણ (Seven Tips for Understanding Relationship)

"સંબંધને સમજવા માટે સાત શિખામણ" :-Seven Tips for Understanding Relationship )




સંબંધ ને સમજવા માટે ૭ શિખામણ :- ( Seven Tips For Understanding Relationship )

      મિત્રો , સંબંધનું રહસ્ય સમજવા માટે નીચેના અમુક સૂચનો પર મનન કરી જુઓ. મને આશા છે કે તમને કોઈક એવી સલાહ મળી જશે જે સંબંધો વિશેની તમારી ગડમથલને ઉકેલી દેશે. વાંચો સંબંધને સમજવા માટેના ૭ સોનેરી સલાહ અને શિખામણો.

🔖   જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય એ દોરા પર કાતર ક્યારેય નાં મારવી.

🔖   ઘણીવાર એવું બને છે કે આપણે મોજડીમાં જ મોહી પડ્યા હોઈએ છીએ અને મુકુટ આપણી રાહ જોતો હોય છે.
 
🔖   આમ, તો સંબંધ તોડવો નાં જોઈએ પણ જ્યાં તમારી ઈજ્જત નાં થતી હોય, એ સંબંધ  રાખવો પણ નાં જોઈએ.

🔖   સંબંધોની પાઠશાળા ટકાવી રાખવા માટે ગણિતનો વિષય નબળો હોવો જરૂરી છે.

🔖       સંબંધોમાં  કે મિત્રતામાં સામે વાળાની દુઃખતી નસની ખબર હોવા છતાં, ક્યારેય એનો      ફાયદો નાં ઉઠાવો, બસ એ જ સાચી લાગણી અને સાચી મિત્રતા.

🔖           અમુક લોકો આયુર્વેદિક જેવા હોય છે. ઈમરજન્સી માં ક્યારેય કામ નાં આવે, પણ લાંબા- ગાળે એ જ તકલીફ દુર કરે છે. 

🔖          જીદ હોવી જોઈએ સંબંધ નિભાવવાની સાહેબ, બાકી કોઈ ત્રીજી વ્યક્તિ સંબંધ તોડી જાય  એવું બને જ નહિ.



🙏 આભાર 🙏

No comments

Powered by Blogger.