પતિ-પત્ની વચ્ચે દરરોજ ઉજવાય છે વેલેન્ટાઈન ડે !

 પતિ -પત્ની વચ્ચે દરરોજ ઉજવાય છે વેલેન્ટાઈન ડે  !!



               પત્નીના હાથની ગરમ રસોઈ ખાધા પછી જયારે પતિનો ચેહરો સંતુષ્ટ થાય છે. જયારે તે ગુલાબની જેમ ખીલે છે. બસ  !! તે રોઝ ડે  !!

જ્યારે પતિ અને પત્ની સુખ દુઃખ માં એકબીજાને જે ટેકો આપવાની વાત કરે છે ,ત્યારે બસ ! તે પ્રપોઝ ડે !


રસ્તામાં એક અનાથ બાળકને ચોકલેટ ખવડાવો અને તેના હસતા ચેહરા પર ખુશી દેખાડો  ! એ જ ચોકલેટ ડે !!

બાળકો માટે  ટેડી કેમ ખરીદો, તેના બદલે મિત્રો તરીકે તેમની સાથે રમો ! એ જ બાળકોનો ટેડી ડે !!



માતા-પિતા અને સાસુ-સસરા ને ક્યારેય વૃદ્ધાશ્રમમાં જવા દેતા નથી,આ વાચના છે પ્રોમિસ ડે !!

પરિવારના બધા સભ્યો એકબીજાનાં કામની પ્રશંસા કરે છે. અને એકબીજાને આલિંગન આપીને પ્રોત્સાહિત કરે છે.! તે જ હગ ડે !!!

રજાના દિવસો પરિવાર સાથે હસતાં અને રમતાં વિતાવો, બસ ! એ જ ફેમીલી વેલેન્ટાઈન ડે છે.


🙏આભાર 🙏

No comments

Powered by Blogger.