ગુજરાતી ટૂંકી વાર્તા :- અબોલા લગ્નજીવન માટે દુશ્મન છે.

 ગુજરાતી ટૂંકી વાર્તા :- "અબોલા લગ્નજીવન માટે દુશ્મન છે."


ગુજરાતી ટૂંકી વાર્તા :- અબોલા લગ્નજીવન માટે દુશ્મન છે.


                  વાદળ છાયું વાતાવરણ હતું. ગાડી ધીમી ઝડપે ચાલી રહી હતી. મુકેશે ડ્રાઈવર ને કહ્યું , " ચોપાટી પાસે ગાડી ઉભી રાખજે " , મુકેશ ઉતરીને ચોપાટીમાં ગયો, અને નદી કિનારે એક બેન્ચ ઉપર બેસી ગયો. આજે થોડો ઉદાસ હતો, કારણકે એની પત્ની સુષ્મા બે દિવસથી લડીને પિયર ચાલી ગઈ હતી અને બંને વચ્ચે બોલચાલ પણ બંધ હતી.
       મુકેશ નો સ્વભાવ થોડો અહમ વાળો હતો, અને વાત-વાતમાં ગુસ્સે થઇ જતો અને નાં બોલવાનું બોલી દેતો હતો. નાની નાની વાતો પર બંને નાં ઝગડા થતાં રહેતા હતા. આજે ઘરે જવાને બદલે થોડું માઈન્ડ ફ્રેશ કરવા ચોપાટીમાં આવીને બેસી ગયો. બાજુની બેન્ચ પર એક વૃદ્ધ કપલ બેઠું હતું. અને બંને આરામથી બાફેલી શીંગ ખાતા ખાતા હસીને વાતો કરતા હતા. મુકેશ એમને નીરખતો હતો, એટલીવારમાં વૃદ્ધ ની નજર એની ઉપર પડી અને વૃદ્ધે મુકેશને હસીને સીંગ ખાવાની ઓફર કરી.
                 મુકેશ ધીરેથી ઉભો થયો અને વૃદ્ધ કપલની બેન્ચ પાસે જઈને બોલ્યો, " અંકલ હું અહી બેસું ? વૃદ્ધે તરત જ જગ્યા કરતાં કહ્યું  " આવ આવ બેટા બેસ " મુકેશ ત્યાં બેસી ગયો અને સીંગ ખાતા ખાતા બોલ્યો, " અંકલ ,તમને ખોટું નાં લાગે તો એક વાત પૂછું ?" 
વૃદ્ધે કહ્યું , " કોઈ વાંધો નહિ પૂછ , મુકેશે કહ્યું "
તમારા લગ્ન ને કેટલા વર્ષ થયાં ? વૃદ્ધે મલકાતાં કહ્યું 
" ૫૭ મુ ચાલે છે " મુકેશે કહ્યું  " તો પણ આટલો પ્રેમ ,
નિકટતા ,સરળતા ? અંકલ મારા લગ્નને દસ વરસ 
થયા છે પણ હજાર વખત લડી ચુક્યા છીએ." 




વડીલે કહ્યું, " બેટા , દરેકનાં લગ્ન જીવનમાં ખાટા-મીઠા ઝગડા થાય જ. પણ તને એક દાખલો આપું , જેવી રીતે મીણબત્તી ઓગળ્યા વગર પ્રકાશ નહિ આપી શકે તેમ આપણી અંદર મીણબત્તી રૂપી અહમ જ્યાં સુધી નહિ ઓગળે ત્યાં સુધી પ્રેમનો પ્રકાશ કદી નહિ પથરાય, થોડું લેટ-ગો કરવાની આદત પાડો અને નાની-નાની વાતો પર એક-બીજાને બિરદાવો અને ભૂલ થી પણ અબોલા નહિ કરો. કારણકે અબોલાથી સમાધાન નો માર્ગ બંધ થઇ જાય છે.
       એકી શ્વાસે વડીલે સલાહ આપી દીધી અને મુકેશ પોતાના વિચારમાં ખોવાઈ ગયો અને ઉભા થતાં કહ્યું , " થેન્કયુ અંકલ, તમે એકદમ સચોટ ઘા માર્યો છે." એમ કહીને મુકેશ ચોપાટીની બહાર નીકળી ગયો અને ગાડીમાં બેસીને પહેલો ફોન સુષ્માને કર્યો, સામે છેડે સુષ્માનો અવાજ આવ્યો એટલે મુકેશે કહ્યું , " મારે તને આજે જ મળવું છે, અને હું સાચ્ચા દિલથી તને સોરી કહું છું, " સામે છેડે એક ડૂસકાં નો અવાજ આવ્યો અને સુષ્માએ કહ્યું, " અત્યારે જ આવી જાઓ."
     મુકેશે ડ્રાઈવરને ગાડી સુષ્માનાં ઘરે લેવાનું કહ્યું અને શાંતિથી આંખ બંધ કરીને બેસી રહ્યો. ડ્રાઈવરે કહ્યું , " શેઠ ભાભીનું ઘર આવી ગયું ." મુકેશ સુષ્માના ઘરે ગયો તો સુષ્મા ડ્રોઈંગરૂમમાં એકલી બેઠી હતી, મુકેશને પાણી આપ્યું અને સામે બેસી ગઈ.
મુકેશે કહ્યું, " આજ દિન પછી મારી જીભ તને 
ક્યારેય કડવા વેણ નહિ બોલશે ; ચાલ બેગ ઉપાડ 
આપણે ઘરે જઈએ. " સુષ્મા ને કંઇજ સમજ નાં પડી 
કે આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવ્યું ? એ પણ
તરત જ તૈયાર થઇ ગઈ અને બંને ઘરે પહોચ્યા.      

મુકેશે ચોપાટી વાળા વડીલની વાત કહી અને કહ્યું કે , " જયારે માણસ ને તાવ આવતો હોય અને ત્યારેજ કોઈ વૈધ કે ડોક્ટર દવા કે ઇન્જેક્શન આપે તો તેની તરતજ અસર થાય છે. આજે મને એવા જ દિલના ડોકટર સાહેબ મળી ગયા. જેને મારો ઈલાજ અકસીર રીતે કરી આપ્યો." ભીના વાતાવરણમાં અહમનું મીણ પીગળતું ગયું અને પ્રેમનો પ્રકાશ પથરાવા લાગ્યો. !!
                                                                    - આસીમ બક્ષી 

ખુબ ટૂંકા પણ મહત્વના સમાચાર , ટૂંકી વાર્તા , બોધ કથા , જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચારો, સ્ટોરી તેમજ લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો.

મોટીવેશનલ ચેનલ :- http://www.youtube.com/@besimpal
                              ( એકવાર અવશ્ય ચેનલની મુલાકાત કરો.)

 

🙏 આભાર 🙏

No comments

Powered by Blogger.