ચાલને યાર , એક જૂની નોટબુક ખોલીએ ! (કાવ્ય)

 ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ ! (Let's Open an Old Notebooks )




ચાલ ને યાર , એક જૂની નોટબુક ખોલીએ ! ( Lets Open an Old Notebooks )

મારી સાથે બોલે છે ને....?
એમ પૂછીને પણ એકબીજા 
સાથે બોલતા,

રિસેસમાં ફક્ત લંચ
બોક્સનાં નહિ,
આપણે લાગણીઓના 
ઢાંકણા પણ ખોલતા.

કિટ્ટા કર્યા પછી 
ફરી પાછા બોલી જતા,
ચાલ ને યાર,
એમ ફરી એકવાર બોલીએ.

ચાલુ કલાસે 
એકબીજાની સામે જોઇને
હસતા'તા ,

કોઈપણ જાતના 
એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં 
વસતા'તા

એકવાર મારું હોમવર્ક
તે કરી આપ્યું હતું

નોટબુકના એ પાનાને મેં
વાળીને રાખ્યું , તું

હાંસિયામાં જે દોરેલાં,
એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત, 
મારી નોટબુકમાં આજે પણ 
તારા અક્ષર હશે.

એકપણ પ્રશ્ન પૂછ્યા વગર 
જ્યાં આપણા આંસુઓ
 કોઈ લુછતું ' તું,

એકલા ઉભા રહીને 
શું વાત કરો છો...?
એવું ત્યારે ક્યાં કોઈ 
પૂછતું' તું,..?

ખાનગી વાત કરવા માટે 
સાવ નજીક આવી,
એકબીજાના કાનમાં 
કશુક કહેતા' તા,

હવે, બધું જ ખાનગી છે,
પણ કોની સાથે શેર કરું ..?
નજીકમાં કોઈ કાન નથી.

દોસ્ત, તું કયા દેશમાં છે...?
કયા શહેરમાં છે...?
મને તો એનું પણ ભાન નથી.

બાકસના ખોખાને 
દોરી બાંધીને 
ટેલિફોનમાં બોલતા,
એમ ફરી એકવાર 
બોલીએ,

ચાલને યાર ,
એક જૂની નોટબુક ખોલીએ......




🙏 " આભાર " 🙏 

No comments

Powered by Blogger.