એક સ્ત્રીનાં દીવાસ્વપ્નો (Day dreams of a woman)
" એક સ્ત્રીના દીવાસ્વપ્નો " ( Daydreams of a Woman )
એક સ્ત્રીના દિવાસ્વપ્નો :- ( Daydreams of a Woman )
આજે ધર્મિષ્ઠાનો એલાર્મ પાંચના ટાઈમે જ વાગ્યો. અનિચ્છાએ ઉઠીને પોતાની પથારી સંકેલી લીધી, બાથરૂમમાં ગઈ નાહીને તૈયાર થઈને મંદિરમાં ભગવાનના દર્શન કરી રસોડા તરફ ડગ માંડયા. રોજની જેમ એક ગેસ પર ચા અને બીજા ગેસ પર કોફી મૂકી, પછી ફટાફટ ધાર્મિકને જગાડ્યો. " એ, ઉઠો ચા થઇ ગઈ છે અને ગરમ પાણી પણ મૂકી દીધેલ છે. " ત્યારબાદ દીપક અને દ્રષ્ટિને જગાડીને શાળા માટે તૈયાર કર્યા. બાં-બાપુજીને નિત્યક્રમ માંથી પરવારી પોતે ચા-નાસ્તો કર્યો. ત્યાં બજારમાં જવાનું થયું, શાક - તરકારી અને જીવન - જરૂરિયાતની ચીજોની ખરીદી કરીને આવીને વળી પાછા રસોઈ ઘરમાં.
બાં-બાપુજી માટે અલગ અને ધાર્મિકને માટે અલગ રસોઈ તૈયાર કરવામાં તો જાણે બપોર કેમ થઇ જતી એ તો ખબર જ પડતી ના હતી, એક વાગ્યો ત્યાં તો ધાર્મિક ઓફીસેથી આવ્યો. રસોઈ જમતા -જમતા બોલ્યો, " અરે, ધર્મી આજે શાકમાં મીઠું વધારે પડ્યું છે." ધર્મી એ કશું બોલ્યા વગર ચાખી જોયું પણ એને રસોઈ બરોબર લાગી. બાં-બાપુજીને રસોઈ પીરસી આપી. બાપુજી પણ જાણે ધાર્મિક સાથે મળી ગયા હોય તેમ બોલ્યા , " વહુ બેટા , આજે અમારા જમવામાં મરચું વધારે લાગે છે." ધર્મિષ્ઠા નિસ્તબ્ધ ડઘાઈ ગઈ. પણ પોતાની જાતને સાંભળતા બોલી, " નાં , મમ્મી રસોઈ તો બરોબર જ કરી હતી. પણ ખબર નથી પડતી કે કેમ આજે આમ થાય છે. " આ સાંભળતા જ ધાર્મિક ધર્મિષ્ઠાને આંખો બતાવીને રસોઈ મૂકીને ઉભો થઇ ગણે ઓફિસે જતો રહ્યો.
ધર્મિષ્ઠાને તો જાણે બપોર બગડી હોય એમ લાગ્યું. પણ કશું કરી શકે એમ ના હતી. મન બીજા કામોમાં પરોવવા પ્રયાસ કરતી જ હતી ત્યાં દીપક અને દ્રષ્ટી શાળાએ થી આવી ગયા. એમને જમાડીને સુવડાવવામાં અને બાં-બાપુજીની સેવામાં ફોન આવ્યો, " ધર્મી, હું મિત્રો સાથે બહાર જાઉં છું. મારે માટે ઘરે કશું વધારે મીઠાવાળું નાં બનાવતી. " ધર્મિષ્ઠાનાં મૌને જાણે હા નું કામ કર્યું હોય એમ ફોન કપાઈ ગયો.
" ધર્મિષ્ઠા વિચારતા - વિચારતા ચાર વરસ પહેલાના સંસ્મરણોમાં સરી પડી."
" એ ઉંઘણશી ઉઠ , એ તને કહું છું ઉઠ , નવ વાગ્યા તો પણ તારી સવાર નથી પડી હજુ. ઉઠ નહિ તો પાણીની બાલટી રેડું છું. અત્યારે જ. " આ વાક્ય સાંભળતા જ ધર્મિષ્ઠા જોરથી બોલી પડી, " મમ્મી, આ નાનકાને કહો, મને સુવા નથી દેતો, હજુ તો નવા જ વાગ્યા છે. સુવા દે મને." અને ધર્મિષ્ઠા સુઈ ગઈ.
મમ્મીએ ચા સાથે દસ વાગે પથારી પાસે આવ્યા અને આપી. " બેટા, હવે ઉઠો તો સારું. ચાલ બાથરૂમમાં ફ્રેશ થઈને આ ચા પી લે. ચા-પાણી થઇ ગયા પછી તો મહારાણી સીધા જ ઘરની બહાર. પાણીની તરસ લાગી હશે કલાક પછી તો એ ઘરમાં પાણી પીવા રસોડામાં જતી હતી. તો મમ્મીએ એને અટકાવી. " અરે, મને કહે હું પાણી આપું તને, તારે હજુ રસોડામાં જવાની વાર છે." " અરે, મમ્મી હું તો ફક્ત પાણી પીવા જ જતી હતી," મમ્મીએ અટકાવતા કહ્યું, " અરે, બેટા, પછી તો તારે જ રસોડું સંભાળવું પડશે ભવિષ્યમાં " એમ કહીને હસી પડ્યા.
બપોરે જમવાના સમયે જમવાનું મળી જતું, નાના ભાઈ સાથે હસી-મજાક અને પપ્પા સાથે સમય કેમ વહી જતો એ ખબર જ ન પડતી. સાંજે તો બહેનપણીઓ સાથે ગપ્પાબાજી અને વાતોના વડા જ કરવાના. રાતે નાનકા સાથે જ ઝગડો ફરી શરુ થતો. નાનકો કહે, " મારે મુવી જોવું છે,તારી સીરીયલ તો સવારે રિપીટ ટેલીકાસ્ટમાં વહેલા ઉઠીને જોઈ લેજે. અત્યારે મને જોઈ લેવા દે, પારકા ઘરે જશે તો થોડી તારી પાસે રીમોટ લેવા આવશે." અને ધર્મિષ્ઠા આ બધી વાતો મજાકમાં કાઢી નાખતી.
ત્યાં જ અચાનક બાં નો અવાજ સંભળાયો, " વહુ બેટા મારી દવાનો સમય થઇ ગયો.
અને ધર્મિષ્ઠા આંસુ લુછતા સમય સાથે હરીફાઈ કરવા માટે ફરી કામે વળગી પડી.
મિત્રો, શું તમારા ઘરની સ્ત્રીઓ પણ આવા દિવાસ્વપ્નો જોવે છે. ? શું તમે એક પરિણીતા નાં બદલાયેલા જીવન અને જવાબદારીઓ માં તેનો સાથ આપી શકો છો. ? જો, હા, તો તમારો પ્રેમ સાચો છે. મને આશા છે કે આ કથા તમને અને તમારા પરિવારજનોને વિચાર કરવા માટે પ્રેરિત કરશે.
🙏 આભાર 🙏


Post a Comment